હવે પેટ્રોલ પર પણ મળશે 5 કિલોનો LPG સિલિન્ડર

પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી વીરપ્પા મોઇલીએ દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કલકત્તા અને બેંગ્લોરમાં પ્રાથમિક ધોરણે આ યોજનાને શરૂ કરવાની મંજૂરી આપી દિધી છે. સરકારે આ નિર્ણય ઉપભોક્તાઓની એક ખાસ શ્રેણીને ધ્યાનમાં રાખતાં લીધો છે. સ્કૂલ, કોલેજમાં ભણનાર અથવા નોકરી દરમિયાન એક શહેરથી બીજા શહેર અપડાઉન કરનાર એક ખાસ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં આ યોજના શરૂ કરવામાં આવી છે. આ વર્ગ કાયમી ગેસ કનેક્શન ઇચ્છતો નથી, પરંતુ તમારી દૈનિક જરૂરિયાતો હેઠળ તેને એલપીજીની જરૂરિયાત હોય છે.
આ યોજનાને 'એલપીજીનો મુક્ત વેપાર' નામ આપવામાં આવ્યું છે. પહેલી વાર સિલિન્ડર ખરીદનાર ગ્રાહકે પોતાનું ઓળખપત્ર પુરાવા તરીકે બતાવવાનું રહેશે. તેને રેગ્યુલેટર અને બજારભાવે સિલેન્ડર આપવામાં આવશે.
નાના સિલિન્ડરનો ઉપયોગ કરવામાં જોખમ જણાતાં ગ્રાહકોના અનુરોધ પર વીમ પોલીસી પણ આપવામાં આવશે. ધરે સિલિન્ડરના ઉપયોગ દરમિયાન કોઇ દુર્ઘટના થતાં જાનમાલનું નુકસાન થતાં વીમા કવર આપવામાં આવશે. સિલિન્ડર લઇ જતી વખતે કોઇ દુર્ઘટના સર્જાશે તો વીમાનો લાભ નહી મળે.












Click it and Unblock the Notifications
