હવે સોનુ ખરીદો માત્ર 50 રૂપિયામાં

gold
સોનાની કિંમતોમાં ફરી એકવાર તેજીની ચમક જોવા મળી રહી છે. સોનાના માર્કેટના જાણકારોનું કહેવું છે કે સોનુ આગામી સમયમાં 10 ગ્રામ માટે રૂપિયા 35,000ની સપાટી વટાવી જશે. ત્યારે સોનામાં બચત કરવી સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય છે. જો કે નવા ગોલ્ડ સેવિંગ પ્લાનમાં રિટેલ ઇન્વેસ્ટર્સ માટે આકર્ષક અને કિંમત સંબંધિત ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ સાથે મળીને રિલાયન્સ કેપિટલ દ્વારા રિલાયન્સ માય ગોલ્ડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ માસિક બચત યોજનાના આધારે કામ કરે છે. જે રોકાણકારને એક જ મહિનામાં 20 હપ્તા ભરીને સોનુ ખરીદવાની તક આપે છે.

આ અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં ઇન્વેસ્ટમેન્ટ હેડ અમરેશ આચાર્યએ જણાવ્યું કે 'આ ફિઝિકલ ગોલ્ડ ખરીદવા માટે એસઆઇપી જેવી વ્યવસ્થા છે.આ સ્કીમમાં ઇન્વેસ્ટર્સ ડેઇલી એવરેજ પ્રાઇઝ પર સોનુ ખરીદે છે.'

નાનુ છે પણ કમાલનું છે
ફિઝકલ ગોલ્ડ ખરીદવા માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તમારે એનું ઘડામણ પણ આપવું પડે છે. રિલાયન્સ ગોલ્ડ પ્લાનમાં આપ માત્ર રૂપિયા 1000 સાથે બચત શરૂ કરી શકો છો. આ માટે તમારે દર મિહને રૂપિયા 1000નું રોકાણ કરવાનું હોય છે. આ રીતે દરેક વર્કિંગ દિવસે રૂપિયા 50 ભરીને સોનુ ખરીદવાનું શક્ય બની શકશે.

આ અંગે આચાર્યએ એમ પણ જણાવ્યું કે આ પ્લાન અંતર્ગત ઇન્વેસ્ટર માઇક્રો ગ્રામમાં સોનુ ખરીદશે. કોઇ પણ અન્ય જ્વેલરી શોરૂમમાં રૂપિયા 1500ની નીચી કિંમતે સોનુ મળી શકશે નહીં. માત્ર 500 મિલી ગ્રામના ટુકડા માટે પણ રૂપિયા 1650ની ચૂકવણી કરવી પડશે.

ઇટીએફ સાથેની સરખામણી પણ જુઓ
એક્સપર્ટ્સનું કહેવું છે કે અત્યાર સુધી ગોલ્ડ ઇટીએફને સોનામાં રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવતો હતો. આ માટે રોકાણકારે એક ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડર સાથેનું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું ફરિજયાત હતું. આ ઉપરાંત તમે 1 ગ્રામ કે 50 મિલગ્રામના ગુણાંકમાં ખરીદી કરવી પડતી હતી. આનાથી બચવા માટે લોકો એવા ફંડ ખરીદતા હતા કે જે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકતા હોય. આ માટે રોકાણકારે થોડો વધારે ચાર્જ ચૂકવવો પડે છે.

ગોલ્ડ ઇટીએફ સારો વિકલ્પ છે પણ હવે જ્યારે તમે ફંડ ખરીદતા નથી ત્યારે તેનું એસઆઇપી મોડમાં ટ્રાન્સફર થઇ શકતી નથી. દરરોજ ગોલ્ડ ઇટીએફની એક યુનિટ ખરીદીને દૈનિક સરેરાશ કાઢવી મુશ્કેલ હોય છે. ત્યારે જ્વેલર્સની સેવિંગ સ્કીમ પણ એક લોકિપ્રય વિકલ્પ બની રહ્યો છે. જેમાં રોકાણકાર નિયત હપ્તાઓ સુધી રોકાણ કરે છે. વર્ષના અંતમાં એટલે કે 12મો હપ્તો જ્વેલર્સ પોતાના તરફથી ભરે છે. રોકાણકાર પોતાની આ બચતમાંથી સોનુ ખરીદી શકે છે. જોકે આ રીત સોનુ ખરીદવાની શ્રેષ્ઠ રીત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X