આ 14 કંપનીના શેર ખરીદી લો, 2024 માં મોદી સરકારની વાપસી થઈ તો માલામાલ થઈ જશો
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થતા જ હવે 2024 ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીની સીધી અસર શેરબજાર પર થાય છે.
સામાન્ય રીતે એવુ જોવામાં આવ્યુ છે કે ચૂંટણીના કેટલાક મહિનાઓ પહેલા શેરબજારમાં ઉછાળા આવે છે. આ સ્થિતીમાં આજે અમે તમને કેટલાક એવા શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ચૂંટણી સુધીમાં સારૂ વળતર આપી શકે છે.

ભૂતકાળનો ઈતિહાસ આપણને જણાવે છે કે સામાન્ય ચૂંટણીના 6 મહિના પહેલા શેરબજારમાં 10 ટકાથી 35 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ટ્રેન્ડ 1999ની લોકસભા ચૂંટણી બાદથી બજારમાં સતત જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતો અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, મહિન્દ્રા, હીરો મોટર્સ, એલટી, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, ગોદરેજ, સન ટેક, ટાઇટન, આઈએચસીએલ, લેમન ટ્રી હોટેલ્સ, પીએનબી હાઉસિંગ, મેદાંતા અને એન્જલ વનના શેરધારકોને સારૂ વળતર મળી શકે છે.
આગામી ચૂંટણીમાં મોદી ફરી સત્તામાં આવશે તેવી અટકળો વચ્ચે અદાણી ગ્રૂપના શેરમાં આજે બજારમાં તેજી જોવા મળી રહી છે. અદાણીના તમામ 10 શેરોમાં તેજી ચાલુ છે. આનો સીધો ફાયદો રોકાણકારોને થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
