કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજુરી આપી

નવી દિલ્હી, 24 જુલાઇ : આજે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં FIPB મારફતે 49 ટકા FDIને મંજુરી આપી દીધી છે. સરકારે વીમા ક્ષેત્રમાં FDIને મંજુરી આપતા એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તેનું સંચાલન ભારતીય હાથોમાં રહે. આ પહેલા વીમા ક્ષેત્રમાં 26 ટકા FDIને મંજુરી હતી. આ નિર્ણય આજે સવારે થયેલી બેઠકમાં લેવાયો છે.

કેબિનેટના નિર્ણય અનુસાર વીમા કંપનીઓ પરનો મેનેજમેન્‍ટ કન્‍ટ્રોલ ભારતીય પ્રમોટરોના હાથમાં જ રહેશે. સૂત્રો અનુસાર નરેન્‍દ્ર મોદીના વડપણમાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી છે.

fdi-2

આ સાથે લાંબા સમયથી પેન્‍ડીંગ ઇન્‍શ્‍યોરન્‍સ લો(સુધારા)બીલમાં સુધારા કરવાની પણ મંજૂરી મળી છે. આ બિલને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. ઇન્‍શ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરિટી એક્‍ટ (IRDA), 1999ની રચના બાદ વર્ષ 2000માં વીમા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂકાયુ હતું. આ એક્‍ટ મુજબ વિદેશી રોકાણકારોને 26 ટાક સુધીના રોકાણની પરવાનગી આપવામાં આવી હતી જે હવે વધીને 49 ટકા થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X