કેબિનેટ દ્વારા સૌથી મોટા 2જી સ્પેક્ટ્રમની હરાજીને મંજુરી, 64820 કરોડ રૂપિયા મેળવાશે
નવી દિલ્હી, 6 જાન્યુઆરી : કેન્દ્રીય કેબિનેટે અત્યાર સુધીની સૌથી મોટી 2જી સ્પેક્ટ્રમ હરાજીને મંજૂરી આપી દીધી છે. આ હરાજીની મદદથી સરકારને આગામી મહિનામાં રૂપિયા 64,840 કરોડ મળશે. સરકાર ત્રણ બેન્ડમાં 380.75 મેગાહર્ટ્ઝ ટુજી સ્પેક્ટ્રમનું વેચાણ કરશે.
આ ત્રણ બેન્ડમાં પ્રીમિયમ 900 મેગાહર્ટ્ઝ, 1,800 મેગાહર્ટ્ઝ અને 800 મેગાહર્ટ્ઝનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલય સ્પેક્ટ્રમ ખાલી કરે પછી 2,100 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની પણ હરાજી થવાની શક્યતા છે.
કેબિનેટે સોમવારે આયર્ન ઓર અને અન્ય ખનીજોની હરાજીના વટહુકમને પણ મંજૂરી આપી હતી. સરકારે કોલસો, વીમા અને જમીન સંપાદનના સુધારા માટે ઇમરજન્સી માર્ગ અપનાવ્યા પછી ફરી એક વખત વટહુકમનો સહારો લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ કેબિનેટે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર ભારત માટે રૂપિયા 3,646 કરોડ પ્રતિ MHzના ભાવે 800 MHz, રૂપિયા 3,980 કરોડના ભાવે 900 MHz બેન્ડ અને રૂપિયા 2191 કરોડના ભાવે 1800 મેગાહર્ટ્ઝ (મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળને બાદ કરતાં સમગ્ર ભારત માટે)ની હરાજી કરવા નિર્ણય લીધો હતો.
જો કે 2100 મેગાહર્ટ્ઝ માટે રિઝર્વ પ્રાઇસની જાહેરાત સોમવારે કરવામાં આવી ન હતી. સરકારે ફેબ્રુઆરી 2014માં છેલ્લે હરાજી વખતે રૂપિયા 62,162 કરોડ એકત્ર કર્યા હતા.
ચાલુ વર્ષની હરાજીમાંથી મળતી રકમથી સરકાર રાજકોષીય ખાધને જીડીપીના 4.1 ટકા સુધી રાખી શકશે. ટેલિકોમ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા પ્રમાણે અરજી સોંપવાની છેલ્લી તારીખ બીજી ફેબ્રુઆરી છે અને 13 ફેબ્રુઆરી સુધીમાં બિડર્સને પ્રિ-ક્વોલિફાઇ કરવામાં આવશે. આ હરાજી 23 ફેબ્રુઆરીએ શરૂ થશે.
ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર સાથે સાથે 2100 મેગાહર્ટ્ઝમાં પણ થર્ડ જનરેશનના સ્પેક્ટ્રમની હરાજી કરવાની યોજના ધરાવે છે.
તેમણે જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષથી 2100 મેગાહર્ટ્ઝમાં ડિફેન્સ પાસેથી 5 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ લેવાનો મુદ્દો પેન્ડિંગ હતો. ફેબ્રુઆરીમાં થનારી હરાજીનો હેતુ પૂરતા પ્રમાણમાં સ્પેક્ટ્રમ ફાળવવાનો છે જેથી કોઈ તેનો બિનજરૂરી સંગ્રહ ન કરે, યોગ્ય સ્પર્ધા થાય અને દેશમાં ટેલિકોમ સેવામાં સુધારો થાય તથા સરકારને પૂરતી આવક મળે.
સોમવારે મંજૂર કરવામાં આવેલી રિઝર્વ અથવા ઓક્શન પ્રાઇસ ટેલિકોમ પંચ દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રાઇસ જેટલી જ છે. માત્ર 900 મેગાહર્ટ્ઝમાં સ્થિતિ અલગ છે. ટેલિકોમ પંચે 900 મેગાહર્ટ્ઝમાં રૂપિયા 3,695 કરોડના ભાવની દરખાસ્ત કરી હતી. જ્યારે કેબિનેટે રૂપિયા 3,980 કરોડના રિઝર્વ ભાવને મંજૂર રાખ્યો છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
