હવે ભારત માટે મર્યાદિત મૂડી ઉપલબ્ધ : વર્લ્ડ બેંક

અધિકારીએ જણાવ્યું કે ભારત માટે ઉપલ્બધ મૂડી મર્યાદિત રહી છે. પણ તેની રકમ હજી પણ અબજોમાં છે. વર્લ્ડ બેંક ભારતમાં તેના કાર્યક્રમો વિસ્તૃત રીતે ચાલુ રાખશે. આ કારણે બધી જ રકમ ટૂંક સમયમાં ખર્ચાઇ શકે એમ છે. વર્તમાન સમયમાં ભારત વર્લ્ડ બેંકનો સૌથી મોટો દેવાદાર દેશ છે.
વર્લ્ડ બેંકના દક્ષિણ એશિયા વિસ્તારના ટકાઉ વિકાસ વિભાગના નિર્દેશક જૉન એચ સ્ટીને જણાવ્યું કે "ભારત સાથે અમારા પ્રોજેક્ટ ઘણા મોટા છે. આ રકમ લગભગ 27 અબજ ડૉલર જેટલી છે."
તેમણે જણાવ્યું કે "ભારત સાથે અમારા પડકાર એ છે કે ભારત તેની લોન મર્યાદાની નજીક પહોંચી ગયો છે. જેના કારણે ભારતના વિવિધ પ્રોજેક્ટ માટેની મૂડી મર્યાદિત છે. આ કારણે સરકાર પ્રાથમિકતા નક્કી કરવામાં ખૂબ સાવચેતી રાખી રહી છે. ભારતે તાજેતરમાં બે નવા પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક પાસેથી લોન માટે અરજી કરી છે. જે આવતા વર્ષ સુધીમાં મંજૂર થઇ શકે છે."












Click it and Unblock the Notifications
