For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM માંથી પૈસા ન નીકળ્યા, પરંતુ એકાઉન્ટમાંથી કપાઈ ગયા, આ રીતે મેળવો

એટીએમથી ટ્રાન્જેક્શન દરમિયાન તકનીકી ખામીઓને લીધે ઘણીવાર, એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

|
Google Oneindia Gujarati News

એટીએમથી ટ્રાન્જેક્શન દરમિયાન તકનીકી ખામીઓને લીધે ઘણીવાર, એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત મશીનમાંથી પૈસા નીકળતા નથી પરંતુ આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમે ક્યારેક આવી જાવ તો ઘભરાસો નહિ. હા તે સાચું છે કે તમારા પૈસા મેળવવા માટે બેંકના ધક્કા ખાતા રહો છો અને પૈસા મેળવવા માટે મહિના લાગી જાય છે.

આ બધા પૈકી, એટીએમમાંથી નાણાં લેતી વખતે સ્લિપ જરૂર લો. આનાથી સરળતાથી એટીએમમાંથી પૈસા ન નીકળવાનો પુરાવો સરળતાથી રજૂ કરી શકાય છે. પીડિતએ હજુ પણ ફરિયાદની સંપૂર્ણ પ્રક્રિયાને સ્વીકારવી જોઈએ અને મૌખિક ફરિયાદના ભરોસે બેસવું નહિ. જણાવી દઈએ કે આરબીઆઇના નિયમો અનુસાર એટીએમ કેમ્પસમાં સંપર્ક અધિકારીઓના ફોન નંબર, નામ, હેલ્પડેસ્ક નંબર અને ટોલ ફ્રી નંબરની જાણકારી તમામ બેંકોને આપવી ફરજીયાત છે. એટીએમમાં ફરિયાદ નોંધાવવા અને બૉક્સ પણ હોવું આવશ્યક છે.

આ પણ વાંચો: SBI ની બમ્પર ઓફર, હોમ લોન લેનારાઓને મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ

બેંક તમારા ખાતામાં ક્રેડિટ કરી દે છે પૈસા

બેંક તમારા ખાતામાં ક્રેડિટ કરી દે છે પૈસા

જો કે, આવી પરિસ્થિતિમાં તમારા પૈસાનો દાવો કરવા માટે તમારે બેંકમાં ફરિયાદ કરવી પડશે. મોટાભાગના કિસ્સાઓમાં, બેંક તમારા ખાતામાં આવા ટ્રાંઝેક્શન વ્યવહારોને ક્રેડિટ કરી દે છે. આ પછી પણ આવી પરિસ્થિતિમાં તમારા પૈસાનો દાવો કરવા માટે તમારે બેંકમાં ફરિયાદ કરવી પડશે.

30 દિવસની અંદર ફરિયાદ નોંધાવો

30 દિવસની અંદર ફરિયાદ નોંધાવો

જો પૈસા ઉપાડવાના સમયે સ્લિપ નીકળી નથી તો, બેંક સ્ટેટમેન્ટની કોપી લગાવી પડશે. તમારે ફક્ત તે જ બેંકનો સંપર્ક કરવાની જરૂર છે જ્યાં તમારું એકાઉન્ટ છે. આટલું જ નહીં, બેન્કના કસ્ટમર કેર નંબર પર કૉલ કરીને અથવા વેબસાઇટ પર લેખિત ફરિયાદ કરી શકો છો. એટીએમમાંથી પૈસા ન નીકળ્યા, તો તમારે 30 દિવસમાં ફરિયાદ કરવી પડશે. એ વાતથી પણ અવગત કરાવી દઈએ કે એટીએમમાંથી પૈસા ન નીકળ્યા તો, સ્લિપને જાળવીને રાખો. સ્લિપમાં એટીએમની આઈડી, લોકેશન, પૈસા ઉપાડવાનો સમય અને અન્ય મહત્વપૂર્ણ માહિતી હોય છે. તમે સીધા જ બેંક શાખા પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.

હેલ્પલાઇન નંબર દ્વારા ફરિયાદ દાખલ કરો

હેલ્પલાઇન નંબર દ્વારા ફરિયાદ દાખલ કરો

જણાવી દઈએ કે જો કોઈપણ કારણોસર બેંક તમને મદદ કરતી નથી અને તમને લાગે છે કે તમારી સાથે ખોટું થઇ રહ્યું છે, તો તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો. જી હા, જો તમારી સાથે પણ આવું થાય, તો તમે હેલ્પલાઇન ટૉલ ફ્રી નંબર 14404 અથવા 1800-11-4000 પર અઠવાડિયાના સાતેય દિવસ ફરિયાદ નોંધાવી શકો છો. તમે ગ્રાહક વિભાગની વેબસાઇટ www.consumerhelpline.gov.in પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

English summary
Cash Not Withdrawn From ATM But Cut From Account Money, What To Do
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X