Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2026 : બજેટમાં ચૂંટણી વાળા રાજ્યો માટે સરકારે શું જાહેરાતો કરી?

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું કેન્દ્રીય બજેટ 2026 માત્ર આર્થિક દસ્તાવેજ નથી, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીઓનું 'રોડમેપ' પણ હોય તેમ જણાય છે.

એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણીના નગારા વાગવાના છે, ત્યારે બજેટમાં આ રાજ્યો માટેની ખાસ જાહેરાતોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

પશ્ચિમ બંગાળ: સુરતથી દાનકુની સુધીનો નવો વ્યાપારિક માર્ગ

બંગાળના રાજકીય ગઢમાં ગાબડું પાડવા માટે કેન્દ્ર સરકારે કનેક્ટિવિટી પર મોટો દાવ ખેલ્યો છે.

  • ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર: દાનકુની (પૂર્વ) થી સુરત (પશ્ચિમ) સુધીના નવા કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે, જે ગુજરાત અને બંગાળ વચ્ચેના વેપારને નવી ઊંચાઈએ લઈ જશે.

  • હાઈ-સ્પીડ રેલ: સિલીગુડી-વારાણસી વચ્ચે હાઈ-સ્પીડ રેલ લાઈન મંજૂર કરાઈ છે.

  • ઇન્ડસ્ટ્રિયલ હબ: દુર્ગાપુરને ઈસ્ટ કોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં એક મોટા હબ તરીકે વિકસાવવાની યોજના છે. જોકે, મમતા બેનર્જીએ આ બજેટને "શૂન્ય" ગણાવી રાજકીય જંગ છેડી દીધો છે.

    કેરળ: હેલ્થ હબ અને ઇકો-ટુરિઝમ પર ફોકસ

    શિક્ષિત મતદારોને આકર્ષવા માટે કેરળમાં રોજગારી અને સ્વાસ્થ્ય પર ભાર મુકાયો છે.

    • મેડિકલ હબ: ખાનગી ભાગીદારીથી 5 મોટા પ્રાદેશિક મેડિકલ સેન્ટર્સ બનશે, જે મેડિકલ ટુરિઝમને વેગ આપશે.

    • પર્યાવરણ પર્યટન: તટીય વિસ્તારોમાં 'ટર્ટલ ટ્રેલ્સ' અને પક્ષી પ્રેમીઓ માટે પુલીકટ તળાવ પાસે વિશેષ સુવિધાઓ ઊભી કરાશે.

    • રેર અર્થ મિનરલ્સ: રાજ્યના ખનિજ ઉદ્યોગને બેઠો કરવા માટે વિશેષ કોરિડોરમાં કેરળનો સમાવેશ કરાયો છે.

      તમિલનાડુ: ખેડૂતો અને ખનિજ સંપત્તિનો સંગમ

      દક્ષિણ ભારતમાં પગપેસારો કરવા માટે ભાજપ સરકારે વ્યૂહાત્મક જાહેરાતો કરી છે.

      • ખેતીમાં રાહત: નારિયેળ, કાજુ અને કોકો જેવા રોકડિયા પાકોને પ્રોત્સાહન આપીને ગ્રામીણ મતદારોને સાધવાનો પ્રયાસ થયો છે.

      • મિનરલ કોરિડોર: રેર અર્થ મિનરલ્સ માટે તમિલનાડુને આંધ્રપ્રદેશ અને ઓડિશા સાથે જોડતા કોરિડોરનો ભાગ બનાવાયો છે.

        આસામ અને પૂર્વોત્તર: સાંસ્કૃતિક અને માનસિક સ્વાસ્થ્યની ભેટ

        આસામમાં સત્તા ટકાવી રાખવા માટે સરકારે પૂર્વોત્તરની લાગણીઓને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે.

        • NIMHANS 2: તેજપુરમાં માનસિક સ્વાસ્થ્ય માટેનું મોટું કેન્દ્ર સ્થપાશે, જે સમગ્ર નોર્થ-ઈસ્ટ માટે આશીર્વાદરૂપ બનશે.

        • બૌદ્ધ સર્કિટ: પૂર્વોત્તરના તમામ રાજ્યોને જોડતા બૌદ્ધ ટુરિઝમ સર્કિટના વિકાસથી આર્થિક ગતિવિધિઓ વધશે.

          પુડુચેરી: અપેક્ષાઓ અધૂરી?

          આશ્ચર્યજનક રીતે, પાંચ રાજ્યોમાં સામેલ પુડુચેરી માટે કોઈ ખાસ કે મોટી જાહેરાત બજેટમાં જોવા મળી નથી, જેણે સ્થાનિક સ્તરે ચર્ચાઓ જગાડી છે.

          બજેટ 2026 એ સાબિત કર્યું છે કે વિકાસની સાથે ચૂંટણીનું ગણિત પણ તેટલું જ મહત્વનું છે. ક્યાંક કનેક્ટિવિટી તો ક્યાંક સ્વાસ્થ્ય અને પર્યટન—દરેક રાજ્ય માટે અલગ 'રેસિપી' તૈયાર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ જાહેરાતો ચૂંટણીમાં મતોનો વરસાદ કરે છે કે પછી વિપક્ષના આક્ષેપો ભારે પડે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X