RBIનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારને મળશે સરપ્લસ અમાઉન્ટના 99122 કરોડ રૂપિયા

કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક(આઈબીઆઈ)એ કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક(આઈબીઆઈ)એ કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે થયેલા આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે બેંક પોતાના 99,122 કરોડ રૂપિયાના સરપ્લસ અમાઉન્ટને કેન્દ્રની મોદી સરકારને સોંપશે. આનો અર્થ એ થયો કે આરબીઆઈના જુલાઈ 2020થી માર્ચ 2021 સુધીની સરપ્લસ અમાઉન્ટ સરકારને મળશે.

rbi

તમને જણાવી દઈએ કે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આજે ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય નિર્દેશક મંડળની 589મી બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ. બોર્ડે પોતાની બેઠકમાં અર્થવ્યવસ્થા પર કોવિડ-19ની બીજી લહેરના પ્રતિકૂળ પ્રભાવને ઘટાડવા માટે રિઝર્વ બેંક દ્વારા વર્તમાન આર્થિક સ્થિતિ, વૈશ્વિક અને ઘરેલુ પડકારો અને હાલની નીતિગત ઉપાયોગની સમીક્ષા કરી. સાથે જ આ બેઠકમાં કેન્દ્ર સરકારને સરપ્લસ ટ્રાન્સફર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X