રેલવેમાં 9000 પદ પર ભરતી નીકળી, 50 ટકા સીટ પર મહિલાઓની ભરતી
રેલવેમાં 9000 પદ પર ભરતી નીકળી, 50 ટકા સીટ પર મહિલાઓની ભરતી
નવી દિલ્હીઃ રેલવેમાં નોકરીનો ઈંતેજાર કરી રહેલ લોકો માટે બંપર ખુશખબરી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે રેલવેમાં 9000 પદો પર નિયુક્તિની ઘોષણા કરી છે. આ 9000 સીટોમાંથી 50 ટકા સીટ પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે રેલવેમાં થનાર 9000થી વધુ કોન્સ્ટેબલ અને ઉપ-નિરીક્ષકોની ભર્તીમાં મહિલાઓને 50 ટકા પદ આપવામાં આવશે.

રેલવેમાં બંપર વેકેન્સી
રેલવેમંત્રી પીયૂષ ગોયલે રેલવેમાં બંપર નોકરીનું એલાન કર્યું છે. રેલવેમાં 9000 પદો પર ભરતી કરવામાં આવશે. રેલવે દ્વારા બહાર પાડવામાં આવી રહેલ આ વેકેન્સીમાંથી 50 ટકા પદો પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે. રેલવેમાં થનાર 9000થી વધુ કોન્સ્ટેબલ અને ઉપ-નિરીક્ષકોની ભરતીમાં મિલાઓને 50 ટકા પદ આપવામાં આવશે.

તાલમેલ સાથે કામ થશે
રેલવે મંત્રી પીયૂષ ગોયલે લૉજિસ્ટિક્સની લાગતના હાલના જીડીપીના 14 ટકાથી 9 ટકા પર લાવવા માટે વાણિજ્ય, સડક, નાગર ઉડ્ડયન અને રેલવે મંત્રાલયને આંતરિક તાલમેલ કરવાની આપીલ કરી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે જનરલ બજેટની ઠીક પહેલા આ એલાન કરી લોકોને મોટી ભેટ આપી છે. આ એલાનમાં દેશની મહિલાઓના ચેહરા પર ખુશી લાવી દીધી છે.
|
4 લાખ લોકો માટે રોજગાર
રેલવે મંત્રી પીયૂષ ગોયલ મુજબ રેલવેમાં આવતી સમયે થનાર ભરતીમાં 50 ટકા સીટ મહિલાઓ માટે હશે. મતલબ કે આ રેલવે પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સપેક્ટર પદ પર 9000 વેકેન્સીઓમાંથી 4500 પદો પર મહિલાઓની ભરતી હશે. જણાવી દઈએ કે જાન્યુઆરી 2019માં ભારતીય રેલવેએ 2021 સુધી 4 લાખથી વધુ લોકોને રોજગાર આપવાની ઘોષણા કરી હતી. જેમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા ક્વોટા અંતર્ગત ભરતી જલદી જ શરૂ થવાની પણ ઘોષણા કરી હતી. જણાવી દઈએ કે ભારતીય રેલવેમાં 15.06 લાખ કર્મચારીઓની સ્વીકૃત સંખ્યા છે, જેમાંથી 12.23 લાખ કર્મચારીઓ પે રોલ પર છે, જ્યારે 2.82 લાખ પદ ખાલી છે.












Click it and Unblock the Notifications
