For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારા બે દિવસ સરકારી બેંકો બંધ રહેશે, જરૂરી કામ આજે જ પતાવો

જો તમને બેંક સાથે જોડાયેલું કામ છે અને તેને તમે લંબાવી રહ્યા છો તો જરા પણ સમય ગુમાવ્યા વિના તેને આજે જ પતાવી દો.

|
Google Oneindia Gujarati News

જો તમને બેંક સાથે જોડાયેલું કામ છે અને તેને તમે લંબાવી રહ્યા છો તો જરા પણ સમય ગુમાવ્યા વિના તેને આજે જ પતાવી દો, નહીં તો તમને પરેશાની વેઠવી પડી શકે છે. ખરેખર આવનારા બે દિવસ એટલે કે 8 અને 9 જાન્યુઆરી બેંકોની હડતાલ છે અને તેને કારણે બેંકોનું બધું જ કામ ઠપ્પ રહેશે. છેલ્લા કેટલાક દિવસ પહેલા બેંક કર્મચારીઓની હડતાળને કારણે ડિસેમ્બરમાં છેલ્લા 10 દિવસમાં 5 દિવસ બેંક બંધ હતી. હવે ફરી એકવાર વર્ષ 2019 શરૂઆતમાં બેન્કની હડતાલ થઇ રહી છે.

bank strike

8 અને 9 જાન્યુઆરી દરમિયાન સાર્વજનિક ક્ષેત્રંનાં બેંક કર્મચારી હડતાલ પર છે. તેવી સ્થિતિમાં બેંકોનું કામ પ્રભાવિત થશે. મંગળવાર અને બુધવારે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલ પર રહેશે. તેને કારણે કરોડો-અરબો રૂપિયાના લેવડદેવડ પર પ્રભાવ પડશે.

આ પણ વાંચો: SBI ના ઝીરો બેલેન્સ એકાઉન્ટ (BSBD) પર મળતો વ્યાજ દર અને અન્ય નિયમો

અહીં તમને જણાવી દઈએ કે આ બે દિવસની હડતાલ દરમિયાન પ્રાઇવેટ બેંકોનું કામકાજ ચાલુ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ઘ્વારા જણાવ્યા અનુસાર વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાના મર્જર વિરુદ્ધ બેન્ક કર્મચારીઓ ઘ્વારા હડતાલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: EPFO વ્યાજદરમાં વધારો કરી શકે છે, 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને આ મહિનાથી લાભ થશે

English summary
central trade unions have called for a nationwide general strike on 8-9 January against what they call "anti-people" policies of the Centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X