For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFO વ્યાજદરમાં વધારો કરી શકે છે, 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને આ મહિનાથી લાભ થશે

વર્ષ 2019 ની શરૂઆત ની સાથે જ તમને ખુબ જ ઝડપથી બીજી ભેટ મળી શકે છે. આ મહિને, ઇપીએફઓ વ્યાજના દરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 ની શરૂઆત ની સાથે જ તમને ખુબ જ ઝડપથી બીજી ભેટ મળી શકે છે. આ મહિને, ઇપીએફઓ વ્યાજના દરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓ આ મહિને ઈપીએફ પર વ્યાજના દરમાં વધારો કરી શકે છે, જેનો લાભ આશરે 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે વ્યાજના દરમાં વધારો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.

આ પણ વાંચો: લૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

2019 થી વ્યાજના દરમાં વધારો કરવાની તૈયારી

2019 થી વ્યાજના દરમાં વધારો કરવાની તૈયારી

સરકાર 2019 ની લોકસભા ચૂંટણીના કારણે ખેડૂતો, મધ્યમ વર્ગ અને મોટી વોટબેંક વાળા સેક્ટર કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. તેથી જ્યાં ખેડૂતો માટે ખાસ પેકેજ તૈયાર છે, ત્યાં બીજી તરફ જીએસટી દર ઘટાડીને મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી રહી છે. તો ત્યાં ઈપીએફઓ દ્વારા નવા વર્ષમાં કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મોટી ભેટ આપવા માટેની તૈયારી કરી રહ્યું છે.

6 કરોડ લોકોને લાભ થશે

6 કરોડ લોકોને લાભ થશે

મિન્ટના સમાચાર મુજબ જો વ્યાજદર વધારો કરવામાં આવે તો લગભગ 6 કરોડ કર્મચારીઓને લાભ મળશે. ઇપીએફઓ ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકા વધી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષોમાં આ સૌથી નીચો વ્યાજ દર છે. 2018 માં પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર 7.7 ટકા હતો. સરકાર તેમાં વધારો કરીને લોકોને ભેટ આપી શકે છે.

જાન્યુઆરીના અંતમાં જાહેરાત

જાન્યુઆરીના અંતમાં જાહેરાત

એવું માનવામાં આવે છે કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં તેની જાહેરાત થઈ શકે છે. ત્યાં અધિકારીએ કહ્યું છે કે વ્યાજદરમાં કાપ મૂકવાની કોઈ શક્યતા નથી. અમે 8.55 ટકાથી વધુ વ્યાજના દરમાં વધારો થવાની સંભાવના ધ્યાનમાં લઈ રહ્યા છીએ. જો આવું થાય તો તે ઇપીએફઓના 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને લાભ થશે.

English summary
EPFO may raise interest rates from the current level of 8.55 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X