For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

લૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લૉન્ચ કરવામાં આવ્યાના 2 વર્ષમાં જ 2000 રૂપિયાની નોટ છાપવી બંધ કરી દીધી છે. ધી પ્રિન્ટના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટો છાપવાનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. રિપોર્ટ મુજબ નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 રૂપિયાની નવી નોટ લૉન્ચ કરવામાં આવી હતી. નોટબંધીને કારણે કેશની મુશ્કેલીઓ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે મોટી નોટ માર્કેટમાં ઉતારવામાં આવી હતી, પરંતુ બજારમાં આવ્યાના બે વર્ષમાં જ સરકારે આ નોટનું પ્રિન્ટિંગ કામ પણ બંધ કરી દીધું છે. 2000ની નોટને લઈ મોદી સરકારે કેટલીય વાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. 2000ની નોટને લઈ વિપક્ષની સાથે આર્થિક મામલાના નિષ્ણાંતોએ પણ મોદી સરકારને વખોડ્યા હતા. કોટક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર ઉજય કોટકે પણ માન્યું કે 1000 રૂપિયાની નોટ પ્રતિબંધિત કરી 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવી યોગ્ય પગલું નહોતું.

2000 રૂપિયાની નોટ બંધ થશે

2000 રૂપિયાની નોટ બંધ થશે

વિપક્ષે 2000 રૂપિયાની નોટને લઈ સરકાર પર આરોપ લગાવ્યો છે આનાથી મની લૉન્ડરિંગ અને ટેક્સ ચોરીમાં મદદ મળશે. આ આરોપને એ સમયે બળ મળ્યું જ્યારે 2018માં આવકવેરાની રેડમાં કેટલીય જગ્યાએથી 2000ની નોટ વાળી ભારે માત્રામાં રોકડ રકમ મળી આવી. સરકારે બ્લેકમની રોકવા માટે 1000 રૂપિયા પર પ્રતિબંધ લગાવી દીધો, પરંતુ તેના બદલે 2000 રૂપિયાની નોટ લૉન્ચ કરી દીધી. એવામાં એ સમજવું મુશ્કેલ જરૂર રહ્યું કે 2000 રૂપિયા જેવી મોટી નોટથી સરકાર બ્લેકમનીને કેવી રીતે કન્ટ્રોલ કરશે?

સર્ક્યુલેશન ઘટ્યું

સર્ક્યુલેશન ઘટ્યું

ધી પ્રિન્ટની રિપોર્ટ મુજબ માર્ચ 2018માં દેશમાં 18.03 લાખ કરોડની કરન્સી સર્ક્યુલેશનમાં હતી, જેમાંથી 6.73 લાખ કરોડ વેલ્યૂની કરન્સી 2000ના નોટની હતી, જે ટોટલ કરન્સીના 37 ટકા હતી. જ્યારે 7.73 લાખ કરોડ મૂલ્યની રોકડ 500 રૂપિયાની નોટમાં હતી. ઓગસ્ટ 2018માં જાહેર કરેલ RBIના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની માત્ર 7.8 કરોડ નોટ વર્ષ 2017-18ના સર્ક્યુલેશનમાં જોડવામાં આવી. રિપોર્ટ મુજબ માર્ચ 2018માં 2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો આવ્યો. માર્ચ 2017ના મુકાબલે માર્ચ 2018માં 2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં 13 ટકાનો ઘટાડો આવ્યો. માર્ચ 2017માં જ્યાં 50.2 ટકા 2000ની નોટ સર્ક્યુલેશનમાં હતી જ્યારે 2018માં આ પ્રમાણ 37.3 ટકા રહી ગયું.

2000ના નોટનું છાપકામ ઘટ્યું

2000ના નોટનું છાપકામ ઘટ્યું

જ્યાં 2000 રૂપિયાની નવી નોટ છાપવી ઓછી કરવામાં આવી રહી છે તો ત્યાં 500 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ સરકારે વધારી દીધું છે. વર્ષ 2017માં જ્યાં 958.7 કરોડ રૂપિયાની 500ની નોટ જાહેર કરી હતી. આ દરમિયાન 500 રૂપિયાની કુલ 588.2 કરોડ નોટ સર્ક્યુલેશનમાં હતી. જ્યારેમાર્ચ 2017ના આંકડાની સરખામણી કરીએ તો 2017ની સરખામણીએ 2018માં 500 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં 20.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ખુશખબર: હવે ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલ મળશેખુશખબર: હવે ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલ મળશે

English summary
The government of India has stopped printing Rs 2,000 currency notes in order to gradually stop their circulation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X