પેટ્રોલ-LPG બાદ હવે CNG-PNGના ભાવમાં પણ વધારો, આજથી નવી કિંમતો લાગુ
પહેલેથી જ મોંઘા પેટ્રોલ-ડીઝલની કિંમતોની બોજ સહન કરી રહેલ લોકો પર 1 માર્ચે મોંઘવારીનો ડબલ એટેક થયો છે.
નવી દિલ્લીઃ દિલ્લી-એનસીઆરવાળાને વધુ એક ઝટકો લાગ્યો છે. પહેલેથી જ મોંઘા પેટ્રોલ-ડીઝલની કિંમતોની બોજ સહન કરી રહેલ લોકો પર 1 માર્ચે મોંઘવારીનો ડબલ એટેક થયો છે. સોમવારે જ્યાં સવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યાં સાંજે દિલ્લી-એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવોમાં વધારો કરી દેવામાં આવ્યો છે. આઈજીએલ તરફથી અધિકૃત ઘોષણા કરીને સીએનજી-પીએનજીના ભાવોમાં વધારાનુ એલાન કરવામાં આવ્યુ છે.

દિલ્લી-એનસીઆરના લોકોને 1 માર્ચ 2021ના રોજ રસોઈ ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારા બાદ મોડી સાંજે સીએનજી અને પીએનજીના ભાવોમાં વધારાએ મોટો ઝટકો આપ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સોમવારે રાજધાની દિલ્લી-એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવોમાં વધારાની અધિકૃત ઘોષણી કરી દીધી. નવા દરો મંગળવાર 2 માર્ચ, 2021ની સવારે 6 વાગ્યાથી લાગુ થશે. આઈજીએલે સીએનજીના ભાવમાં જ્યાં 70 પૈસાનો વધારો કર્યો ત્યાં પીએનજીના ભાવ 91 પૈસા વધી ગયા.
આ તેજી બાદ મંગળવારે સવારે 6 વાગ્યાથી દિલ્લીમાં સીએનજીના ભાવ 43.40 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા. વળી, એનસીઆરમાં આ 49.08 પ્રતિ કિલોગ્રામ થઈ જશે. સીએનજી ઉપરાંત મંગળવારે સવારે 6 વાગ્યાથી પીએનજીના નવા દરો વધારા સાથે 28.42 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થઈ જશે. તમને જણાવી દઈએ કે 1 માર્ચે સવારે રસોઈ ગેસની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી આ ચોથો વધારો હતો. માત્ર ફેબ્રુઆરીમાં જ એલપીજીના ભાવ ત્રણ વાર વધારવામાં આવ્યા.
-
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન






Click it and Unblock the Notifications
