1 જુલાઇથી કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અમલી બનશે
નવી દિલ્હી, 20 જૂન : આજે ગુરુવારે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (સીટીટી) અમલી બનાવવાનું જાહેરનામુ જાહેર થઇ શકે છે. સીએનબીસી આવાઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે 23 એગ્રો કોમોડિટી પર સીટીટી લાગુ કરવામાં નહીં આવે. જો કે એગ્રો કોમોડિટી ની પ્રોસેસિંગથી બનાવવામાં આવેલા કોમોડિટીની ટ્રેડિંગ પર સીટીટી લાગશે. સરકાર 1 જુલાઇ, 2013થી સીટીટી અમલી બનાવી શકે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘઉં, સોયાબીન, મકાઇ, બદામ, જવ, ઈલાયચી, ચણા, ધાણા, કપાસ, ગવાર સીડ સહિત 23 કોમોડિટી આઇટમ પર સીટીટી લાગુ કરવામાં આવશે નહીં. એવી શક્યતા દર્શાવવામાં આવી છે કે સોયૈ ઓઇલ અને ગવાર ગમ જેવી એગ્રો પ્રોસેસ્ડ કોમોડિટી પર સીટીટી લાગી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે આયકર વિભાગ નવી કોમોડિટીની ફ્યુચર ટ્રેડિંગ પર સીટીટી લગાવવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. વાપારની કિંમત પર 0.01 ટકા સીટીટી લાગશે.જો કે સ્પોટ એક્સચેન્જને સીટીટીના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. દર મહિનાની 7 તારીખે પાછલા મહિને વસૂલ કરવામાં આવેલો સીટીટી સરકારને આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
