કિંગફિશર પર કોર્પોરેશન બેન્કના 160 કરોડ બાકી

કોર્પોરેશન બેન્કના કાર્યકારી નિર્દેશક એએલ દૌલતાનીએ જણાવ્યું કે કિંગફિશરે બેન્ક પાસેથી 160 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમણે જણાવ્યું કે બેન્કના મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલ લોનની વસૂલીને લગતા પગલાંથી ભરોસો છે કે તેની ભરપાઇ થઇ જશે.
કિંગફિશર પર કૂલ 7000 કરોડ રૂપિયાની લોન બાકી છે અને સાથે સાથે કંપનીનું નુકસાન વધતું જઇ રહ્યું છે. દૌલતાની અત્રે નાના તથા મધ્યમકદના ઉદ્યોગોને લોન વિતરણ માટેના કેન્દ્રના ઉદઘાટન માટે આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કિંગફિશર હાલમાં ફડચામાં ચાલી રહી છે. તેણે છેલ્લા છ મહિનાથી કર્મચારીઓને પગાર પણ ચૂકવ્યો નથી. વિમાન પાર્કિંગ અને તેના રખરખાવનું તેમજ ઉડાનો માટે એરપોર્ટના ઉપયોગનું ભાડું નહી ચૂકવવાને કારણે કિંગફિશરનું ફ્લાઇંગ લાઇસન્સ પર રદ થઇ ચૂક્યું છે.












Click it and Unblock the Notifications
