ક્રેડિટ કાર્ડ : ખરીદી કરતા પહેલા આ 9 પોઇન્ટ ધ્યાનમાં રાખો

ઘણા લોકો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા નથી. કારણ કે મોટા ભાગના લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો ખ્યાલ હોતો નથી તેના કારણે વપરાશ થતો નથી. આપની પારંપરિક ખરીદીમાં તેને કેવી રીતે ઉપયોગમાં લાવવો તેને સમજવું જરૂરી છે. અહીં અમે આપને એ જણાવીએ છીએ કે જો આપની પાસે ક્રેડિટ કાર્ડ હોય તો આપ તેનો વપરાશ કેવી રીતે કરશો અને આપ ક્રેડિટ કાર્ડ વેપારીને આપશો ત્યારે શું પ્રક્રિયા થાય છે તે જણાવીએ છીએ...

ક્રેડિટ કાર્ડને પ્લાસ્ટિક મની પણ કહેવામાં આવે છે. તેના અનેક ફાયદા છે. જેના કારણે આપને ખરીદો પછીથી નાણા ચૂકવવાની સુવિધા આપે છે.

credit-card-1

ક્રેડિટ કાર્ડ કેવી રીતે કામ કરે છે?
વેપારી કાર્ડને મશીનની મદદથી સ્વાઇપ કરે છે. આ મશીન કાર્ડની પાછળ આપેલી મેગ્નેટિક સ્ટ્રિપની મદદથી કાર્ડમાં આપેલી સંબંધિત તમામ માહિતી વાંચી લે છે. વેપારી તેમાં ખરીદીની રકમ નાખે છે, ત્યાર બાદ આપ પિન નંબર નાખો છો. પિન નાખતા જ મશીન ટેલિફોન લાઇનની મદદથી સંબંધિત બેંક સાથે જોડાય છે. આ દરમિયાન ગ્રાહકની ખરીદ મર્યાદા સહિતની વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થાય છે. ત્યાર બાદ તે ચોરાયું નથી કે ખોવાઇ ગયું નથી તેની પણ ખાતરી કરવામાં આવે છે. આ તમામ બાબતો વેરિફાઇડ થયા બાદ બે ટ્રાન્ઝેક્શન સ્લિપ નીકળે છે. જેમાંથી એક કોપીને સાઇન કરીને આપે વેપારીને આપવાની હોય છે. જ્યારે બીજી કોપી આપને રેફરન્સ માટે આપવામાં આવે છે.

ક્રેડિટ કાર્ડ વ્યક્તિગત ક્ષમતાને આધારે આપવામાં આવે છે. જેમાં વ્યક્તિની આવક અને તેની વયને જોવામાં આવે છે. જો કે વસ્તુની ખરીદી કરતા પહેલા ક્રેડિટ કાર્ડમાં કેટલું વ્યાજ ચૂકવવું પડશે તેની માહિતી મેળવવી જરૂરી છે. ક્રેડિટ કાર્ડ પર દર મહિને 3.35 ટકાથી 4.49 ટકાનું વ્યાજ વસૂલ કરવામાં આવે છે. જો કે આ વ્યાજ બેંક દર બેંક પ્રમાણે વસૂલ કરવામાં આવે છે.

અહીં ક્રેડિટ કાર્ડ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાના 9 મુદ્દાઓ છે
1. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હાર્ડ કેશની અવેજીમાં કરી શકાય
2. દરેક ક્રેડિટ કાર્ડની લિમિટ જુદી જુદી હોય છે, આ મર્યાદા વ્યક્તિની આવક પર આધાર રાખે છે
3. ક્રેડિટ સ્ટેટમેન્ટ તમામ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ મેઇન્ટેઇન કરે છે.
4. ક્રેડિટ કાર્ડ પર વ્યાજ ઉપરાંત પણ સામાન્ય ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે.
5. વ્યક્તિ બેંકો દ્વારા આપવામાં આવતા ગ્રેસ પીરિયડનો ઉપયોગ કરી શકે છે.
6. ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં ડ્યુ ડેટ બાદ ચૂકવણી કરવામાં આવે તો લેટ પેમેન્ટ ફી ચૂકવવી પડે છે. જે આપની નેક્સ્ટ બિલિંગ એમાઉનટમાં ઉમેરાય છે.
7. જો કોઇ સંજોગોમાં આપ આપની ઉપાડ મર્યાદા કરતા વધારે રકમ ઉપાડો તો તેનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે.
8. ક્રેડિટ કાર્ડ પર આકર્ષક ઓફર્સ, રિવોર્ડ પોઇન્ટ્સ અને ડિસ્કાઉન્ટ્સ હોય તો તેનો લાભ મેળવવો જોઇએ.
9. ક્રેડિટ કાર્ડથી ખરીદી પર સર્વિસ ટેક્સ લાગુ પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X