કેન્દ્રના કર્મચારીઓના DAમાં 8 ટકાનો વધારો

money
નવી દિલ્હી, 19 એપ્રિલ: કેન્દ્ર સરકારે પોતાના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેન્શનધારકોને ભારે રાહત આપતાં તેમના મોંઘવારી ભથ્થામાં ગુરૂવારે આઠ ટકાનો વધારો કર્યો છે. હવે તેમને 72 ટકાની જગ્યાએ 80 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં થયેલા કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે વધારો એક જાન્યુઆરી 2013થી લાગૂ કરવામાં આવશે અને કર્માચારી અને પેન્શનધારકોન એરિયરના હકદાર હશે.

તેમને કહ્યું હતું કે ગુરૂવારના નિર્ણયથી સરકાર ખજાના પર વાર્ષિક 8629.20 કરોડ રૂપિયાનો બોજો પડશે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વધારાના સમયના ચૂકવણીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં રાજકોષ પર 10067 કરોડ રૂપિયાનો બોજો પડશે.

સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું વધારીને 72 ટકા કર્યું હતું. તે સમયે વધારો એક જુલાઇ 2012થી લાગૂ કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X