પોસ્ટ ઓફિસમાં સોનાના સિક્કાની ખરીદી પર 7 ટકાની છૂટ

પોસ્ટ વિભાગના નિવેદન અનુસાર તહેવાર દરમિયાન વિશેષ રજૂઆત હેઠળ પોસ્ટ વિભાગે સોનાના સિક્કાની ખરીદી પર છૂટ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દિલ્હીની નક્કી કરેલી પોસ્ટઓફિસમાં સોનાના સિક્કાની ખરીદી પર સાત ટકાની છૂટ આપવામાં આવશે. પોસ્ટ ઓફિસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે પોસ્ટઓફિસને નક્કી કરવામાં આવી છે તે નક્કી કરવામાં આવેલા સમયગાળા અને દિવાળીની સાંજ સુધી ખુલ્લી રહેશે.
નિવેદન અનુસાર પોસ્ટ ઓફિસોમાં 0.5 ગ્રામ, એક ગ્રામ, 5 ગ્રામ, 8 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ તથા 50 ગ્રામના સોનાના સિક્કા ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
