મિનિટોમાં બદલાયું નસીબ : ટાઇમ પાસ માટે ખરીદી લોટરી અને બની ગઇ કરોડપતિ

કોઈ વ્યક્તિ સમય પસાર કરવા માટે લોટરી ખરીદી હોય અને તેને આ લોટરીમાં તેને એક મિલિયન ડોલરનું ઇનામ જીત્યું હોય. આવી જ એક ઘટના એક અમેરિકન મહિલા સાથે બની છે.

લોકો ટાઇમ પાસ કરવા માટે ઘણી વસ્તુઓ કરતા હોય છે. જેમાં તેઓ વીડિયો ગેમ રમવી, ગીતો સાંભળવું વગેરે કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિ સમય પસાર કરવા માટે લોટરી ખરીદી હોય અને તેને આ લોટરીમાં તેને એક મિલિયન ડોલરનું ઇનામ જીત્યું હોય. આવી જ એક ઘટના એક અમેરિકન મહિલા સાથે બની છે. આ મહિલાની ફ્લાઇટ રદ્દ થયા બાદ સમય પસાર કરવા માટે લોટરીની ટિકિટ ખરીદી હતી. જેમાં તેને 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું હતું.

lottery

મિનિટોમાં બદલાયું નસીબ

મિનિટોમાં બદલાયું નસીબ

મિઝોરીની મહિલાનું નસીબ મિનિટોમાં બદલાઈ ગયું હતું, જ્યારે તેણે ફ્લોરિડા લોટરી સ્ક્રેચ-ઓફ ટિકિટમાં 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું હતું. આ મહિલાની ફ્લાઇટ રદ્દ થયા બાદ ટાઇમ પાસ કરવા માટે આ ટિકિટ ખરીદી હતી. આ મહિલા મિસૌરીના કેન્સાસ સિટીની 51 વર્ષીય એન્જેલા કારાવેલા છે, જેણે ગત મહિને ધી ફાસ્ટેસ્ટ રોડ પરથી 10,00,000 ડોલરની સ્ક્રેચઓફ ગેમમાં 1 મિલિયન ડોલરનું ઇનામ જીત્યું હતું.

7.90 લાખ ડોલર મળશે

7.90 લાખ ડોલર મળશે

ઉલ્લેખનીય છે કે, આ એક મિલિયન ડોલરની કિંમત ભારતીય ચલણમાં લગભગ 7.4 કરોડ છે. જ્યાં સુધી લોટરીની ઇનામી રકમનો સવાલ છે, ત્યાં પેમેન્ટ લેવા માટે અલગ અલગ વિકલ્પો હતા, જેમાંથી એન્જેલાએ એક સાથે 7.90 લાખ લેવાનું પસંદ કર્યું હતું. એન્જેલા જણાવે છે કે, મને એવું લાગતું હતી કે, મારી ફ્લાઇટ રદ્દ થયા બાદ કંઈક વિચિત્ર ઘટના બનશે અને એવું જ બન્યું કે તે કરોડપતિ બની.

ટાઇમ પાસ કરતા બની કરોડપતિ

ટાઇમ પાસ કરતા બની કરોડપતિ

એન્જેલાના જણાવ્યા મુજબ તેણે સમય પસાર કરવા માટે કેટલીક સ્ક્રેચ ઓફ ટિકિટ ખરીદી અને તેમાં 1 મિલિયન ડોલર જીત્યા હતા. એન્જેલાએ ટેમ્પા (ફ્લોરિડા)નીપૂર્વમાં બ્રાન્ડન સ્થિત પબ્લિક્સ સુપર માર્કેટમાંથી તેણે આ ટિકિટ ખરીદી હતી. આ ટિકિટના વેચાણ માટે સ્ટોરને કમિશનમાં 2,000 ડોલરનું બોનસ મળશે.

એંજેલાએજીતેલી 30 ડોલરની રમત ફેબ્રુઆરી 2020માં લોન્ચ કરવામાં આવી હતી. જેમાં 1 મિલિયન ડોલર સુધીના 155 ટોચના ઇનામો અને 94.8 મિલિયન ડોલરથી વધુનારોકડ ઇનામોનો સમાવેશ થાય છે.

ઇનામ જીતવાની કેટલી શક્યતાઓ?

ઇનામ જીતવાની કેટલી શક્યતાઓ?

આ લોટરીમાં ઇનામ જીતવાની તક 2.79માં 1 છે, પરંતુ જો આપણે 1 મિલિયન ડોલરના ઇનામની વાત કરીએ, તો આ ઇનામ જીતવાની તક 270,717માં 1 છે.

100,000 ડોલર જીતવાની તકો પણ ઓછી છે. 4,196,106માંથી માત્ર એક જ વ્યક્તિ 1 લાખ ડોલરનું ઇનામ જીતી શકે છે. જીતવા માટે 1 મિલિયન ડોલરના કુલ 155 ઇનામો છે, જ્યારે 1 મિલિયન ડોલરની માત્ર 10 ટિકિટ છે.

અન્ય વ્યક્તિએ 10 મિલિયન ડોલરનું ઈનામ જીત્યું

અન્ય વ્યક્તિએ 10 મિલિયન ડોલરનું ઈનામ જીત્યું

ફ્લોરિડા લોટરીએ તાજેતરમાં લૌરો ગોડોયના હોમસ્ટેડના ફાસ્ટેસ્ટ રોડ પર 1 મિલિયન ડોલરનું ઇનામ જીતવાની જાહેરાત કરી હતી. એન્જેલા કારાવેલાની જેમ, લૌરો ગોડોયે તેની જીતેલી રકમ 790,000 ડોલરનું રોકડમાં લેવાનું પસંદ કર્યું છે. આવી જ રીતે ગત મહિને ઉબેર ઇટ્સ પહોંચાડતી એક મહિલાએ કરોડોનું ઇનામ જીત્યું હતું. તે પાંચ બાળકોની માતા છે. લોટરી જીતવાથી તેની મુશ્કેલીઓનો અંત આવ્યો, કારણ કે તેણે 250,000 ડોલર એટલે કે લગભગ 1,87,19,600 રૂપિયા જીત્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X