શું અઠવાડિયામાં ફક્ત 5 દિવસ જ બેંક કામ કરશે, RBI એ શું કહ્યું તે જાણો
છેલ્લા કેટલાક દિવસોથી, બેંકોના કાર્ય અને બેંકોની રજાઓ વિશેનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે બેંક 5 દિવસ માટે કામ કરશે. બેંકોનું કામ એક અઠવાડિયામાં 5 દિવસ ચાલશે અને બે રજા રહેશે. સમાચાર મુજબ, તમામ વાણિજ્યિક બેન્કની શાખાઓ દર શનિવારે પણ બંધ રહેશે અને આ રીતે બેંકો અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ માટે ખુલ્લી રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ સમાચારો વિશે સૂચનાઓ જારી કરી છે.
આ મોટી બેંકએ સસ્તી કરી હોમ-ઑટો-પર્સનલ લોન, જાણો કેટલી ઓછી થશે EMI

RBI એ શું કહ્યું
બેંકોના કામકાજ વિશે સોશિયલ મીડિયા પર સતત સમાચાર આવી રહ્યા હતા. સમાચાર મુજબ, તમામ વાણિજ્યિક બેન્કની શાખાઓ દર શનિવારે પણ બંધ રહેશે અને આ રીતે બેંકો ફક્ત અઠવાડિયામાં પાંચ દિવસ માટે ખુલ્લી રહેશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેંકોના સાપ્તાહિક રોસ્ટરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બેંકોમાં અત્યાર સુધી કામ થતું રહ્યું છે તેમ આગળ પણ થશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે બેન્કોમાં 5 દિવસના કામ પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું હતું કે તેમની તરફથી વાણિજ્યિક બેંકોમાં અઠવાડિયાના પાંચ દિવસ કામ થવા વિશે કોઈ સૂચનાઓ જારી કરવામાં આવી નથી.

RBI એ સૂચનાઓ જારી કરી નથી
આરબીઆઇએ જણાવ્યું હતું કે તેમની તરફથી આવી કોઈ સૂચનાઓ જારી કરવામાં આવી નથી. કેટલીક મીડિયા રિપોર્ટમાં આ વિશે સમાચાર ચલાવામાં આવ્યા હતા કે રિઝર્વ બેન્કની સૂચનાઓ પછી, વાણિજ્યિક બેંકો અઠવાડિયાના ફક્ત પાંચ દિવસ માટે જ કાર્ય કરશે, પરંતુ આરબીઆઈની સ્પષ્ટતા પછી સમાચારની સત્યતા બહાર આવી છે. ભારતીય રિઝર્વ બેન્કના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે એક પ્રેસ રિલીઝને જારી કરી તે સમાચાર ખોટા જણાવ્યા હતા, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરબીઆઇના સૂચનો પર વાણિજ્યિક બેંકો અઠવાડિયાના ફક્ત પાંચ દિવસ માટે જ કાર્ય કરશે.

શું છે નિયમ
રવિવારે વાણિજ્યિક બેંકોમાં રજા હોય છે. આ ઉપરાંત, મહિનાનો બીજા અને ચોથા શનિવારે રજા હોય છે અને બાકીના બીજા બે શનિવારે બેંકોમાં આખો દિવસ કામકાજ હોય છે. હાફ ડે સમાપ્ત કરવામાં આવ્યો છે. બેંકોના કામના કલાકો વિશેના સમાચાર પર વિશ્વાસ કરશો નહીં.