ડીઝલમાં 50 પૈસા મોંઘુ, પેટ્રોલના ભાવ યથાવત

નવી દિલ્હી, 1 ડિસેમ્બર: સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે શનિવારે રાતેથી ડીઝલના ભાવ, ટેક્સને બાદ કરતાં 50 પૈસા પ્રતિ લીટર વધી ગયા. સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આઇઓસીએ 30 નવેમ્બરે રાતે ડીઝલના ભાવમાં રાજ્યના ટેક્સને છોડીને 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ અનુસાર નક્કી થાય છે. જ્યારે ડીઝલ પર સબસિડી મળે છે અને તેમના ભાવ દર મહિને સામાન્ય વધારો કરવાની પરવાનગી છે. આઇઓસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના વધારા બાદ પણ પ્રતિ લીટર ડીઝલ પર 9.99 રૂપિયાનું નુકસાન છે.

diesel-price-hike

વધારા બાદ મુંબઇમાં ડીઝલના ભાવ 60.70 રૂપિયા અને ચેન્નઇમાં 57.23 રૂપિયા થઇ ગયા છે. જાન્યુઆરી બાદ ડીઝલના ભાવમાં આ 11મી વખત વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કંપનીઓ દર મહિને પહેલી અને 16 તારીખે કિંમતમાં સુધારો કરે છે. એક નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં 1.15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓને ડીઝલ ઉપરાંત પ્રતિ લીટર કેરોસીન પર 36.20 રૂપિયા અને રાંધણગેસ પર 542.50 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે રૂપિયાના ભાવમાં ઘટાડાના લીધે નવેમ્બરની શરૂઆતની તુલનામાં તેમનું નુકસાન વધી ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X