For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલના ભાવમાં ફરી આગ, 50 પૈસાનો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જૂન: રાજ્ય ટેક્સને બાદ કરતા ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરનો વદારો કરવામાં આવ્યો છે. ત્રણ અઠવાડીયા દરમિયાન ડીઝલના ભાવમાં આ બીજી વખત ભાવ વધારો થયો છે.

નવા ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને યૂપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુધારને જારી રાખતા રાજ્યના સ્વામિત્વ વાળી ઓઇલ કંપનીયોની સાથે ઘણા તબક્કાની બેઠકો કરી ત્યાર બાદ ભામાં આ માસિક વધારો કરવામાં આવ્યો. ભાવમાં વધારાથી ભાજપ સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તે પૂર્વવર્તી કોંગ્રેસ સરકારના સુધારાઓને યથાવત રાખશે.

oil
જાન્યુઆરી 2013માં યૂપીએ સરકારે દર મહીને ડીઝલના ભાવમાં સામાન્ય 50 પૈસાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તે સમય સુધી કરવામાં આવ્યો હતો જ્યાં સુધી દેશમાં ડીઝલ પર સબસિડી સમાપ્ત ના થઇ જાય.

આ ભાવ વધારો રાજ્ય વેચાણ કર અથવા વેટને છોડી દઇને છે જેનાથી ડીઝલના વાસ્તવિક મૂલ્ય અધિક થઇ જશે અને તેમાં શહેર-દર-શહેર અંતર રહેશે.

ટેક્સની સાથે 57 રૂપિયાના ભાવ વધારા બાદ દિલ્હીમાં ડીઝલના ભાવ 57.28 પ્રતિ લીટર થઇ જશે. જ્યારે મુંબઇમાં તેની કિંમત 65.84 પ્રતિ લીટર થઇ જશે. આ પહેલા 13 મેના રોડ ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો.

English summary
Oil Minister Dharmendra Pradhan justifies diesel price hike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X