દર મહિના ડીઝલના ભાવમાં થશે 40-50 પૈસાનો વધારોઃ મોઇલી

diesel
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરીઃ ડીઝલના ભાવ હવે દર મહિને વધશે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ કહ્યું છે કે જ્યાં સુધી ઓઇલ કંપનીઓના ખોટની ભરપાઇ ના થાય ત્યાં સુધી ડીઝલના ભાવમાં દર મહિને 40-50 પૈસા વધારવામાં આવશે.

ડીઝલના ભાવ જો દર મહિને 50 પૈસા વધારવામાં આવ્યા તો એક વર્ષમાં ડીઝલ છ રૂપિયા મોંઘુ થશે. 17 જાન્યુઆરીએ જ ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવ 45 પૈસા વધાર્યા હતા.

ચિંતાનો વિષય એ છે કે દર મહિને ડીઝલના ભાવ વધારાની અસર અનાજ, શાકભાજી જેવી ખાવા-પીવાની વસ્તુઓથી લઇને તમામ વસ્તુઓના ભાવ પર પડશે, જેને લોકો સુધી પહોંચાડવા માટે ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે.

એટલું જ નહીં જે ઉદ્યોગોના કાચા માલની હેરાફેરી માટે ટ્રકનો ઉપયોગ થાય છે, તેમને પણ કિંમત વધારવાનું દબાણ થઇ શકે છે. ડીઝલની સૌથી મોટી ખરીદદાર ભારતીય રેલવે પર પણ ડીઝલના ભાવની ખરાબ અસર પડશે.

તેનાથી રેલવે ભાડા અને માલ ભાડામાં વધારો કરવાનું દબાણ પણ વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X