શું તમે કોઈ પણ ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરો છો? સાવધાન થઇ જાઓ
શું તમે પણ કોઈપણ ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરો છો? શું તમે ચાર્જ કરવા માટે કોઈ ડેટા કેબલનો ઉપયોગ કરો છો?
શું તમે પણ કોઈપણ ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરો છો? શું તમે ચાર્જ કરવા માટે કોઈ ડેટા કેબલનો ઉપયોગ કરો છો? જો હા, તો આ સમાચાર કાળજીપૂર્વક વાંચો. આ સમાચાર તે આઇફોન વપરાશકર્તાઓ માટે ખાસ છે કે જેઓ કોઈપણ ડેટા કેબલથી તેમના ફોનને ચાર્જ કરે છે. તાજેતરની રિપોર્ટ મુજબ, આમ કરવું જોખમ મુક્ત નથી. તેના કારણે, તમારા ફોનનો તમામ ડેટા ચોરી થઈ શકે છે.

એમજી નામના એક હેકર અનુસાર, આઇફોન ચાર્જિંગ કેબલ દ્વારા ફોનનો ડેટા ચોરી શકાય છે. રિપોર્ટ પ્રમાણે બજારમાં ચાર્જિંગ માટે બનાવવામાં આવેલા એવા કેબલ ઉપલબ્ધ છે, જે ઓરીજનલ કેબલને મોડીફાઇ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ કેબલ એકદમ સામાન્ય લાગે છે, પરંતુ તમે આ ચાર્જરથી તમારા ફોનને ચાર્જ કરવાનું શરૂ કરતાં જ તે તમારા ફોનમાંથી ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. ફોનમાં આ કેબલને જોડાતા જ, તે આસપાસના ડિવાઇસ અથવા Wi-Fi રેન્જ દ્વારા વપરાશકર્તાના ડિવાઇસ પર મૈલેશિયસ પૈલોડ્સ મોકલવાનું શરૂ કરે છે. માત્ર આ જ નહીં, આ ચાર્જિંગ અથવા ડેટા કેબલમાં આવા ઘણા પેલોડ્સ, સ્ક્રિપ્ટ્સ અને આદેશો છે, જે હેકર્સને તમારા ફોનને સરળતાથી હેક કરવામાં અને પછી તેના પુરાવા દૂર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: આ પાંચ બેન્કમાં છે તમારી FD, તો તાત્કાલિક ચેક કરો, વ્યાજદર ઘટ્યા છે
રિપોર્ટ અનુસાર, કોઈપણ ફ્લેશ ડ્રાઇવનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી, પરંતુ ખૂબ ઓછા લોકોને તેની જાણકારી હોય છે કે તેનાથી ડેટા ચોરી શકાય છે. હેકર્સ એમજીએ જાતે એપલના કેબલમાં મોડિફાઈ કરી એક કેબલ તૈયાર કર્યું, જેની મદદથી ફોનનો ડેટા સરળતાથી ચોરી શકાય છે. આવી સ્થિતિમાં, તે વધુ સારું છે કે તમે ફક્ત ચકાસાયેલ કેબલનો ઉપયોગ કરો.
આ પણ વાંચો: મિનિમમ બેલેન્સ ન રાખનારા લોકો સામે આ બેન્ક થઇ સખ્ત, 278 કરોડ વસૂલ્યા












Click it and Unblock the Notifications
