For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાટેલી-તૂટેલી નોટ બદલવાની સહેલી રીત, ઉઠાવો ફાયદો

હંમેશા આપણે ફાટેલી નોટો ક્યાં બદલાવવી તેને લઈને અસમંજસમાં રહેતા હોઈે છીએ. કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ.

|
Google Oneindia Gujarati News

હંમેશા આપણે ફાટેલી નોટો ક્યાં બદલાવવી તેને લઈને અસમંજસમાં રહેતા હોઈે છીએ. કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી નોટ બદલવાની સુવિધા આપી છે. નોટની સ્થિતિ પ્રમાણે તેની આખી કિંમત કે પછી અડધી કિંમત તમને મળી શકે છે. જાણો ક્યાં અને કેવી રીતે બદલી શકાય છે ફાટેલી નોટ.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં 10, 50, 100, 500ની નોટ ચલણમાં રાખી છે. નોટબંધી બાદ 200, 500ની નવી નોટ અને 2000ની નોટ પણ અસ્તિત્વમાં આવી છે. આ ઉપરાંત 1 હજારની નોટ બંધ કરી દેવાઈ છે.

આ પણ વાંચો: નવી 20 રૂપિયાની નોટ કંઈક હવે આવી હશે

દરેક નોટ માટે છે જુદો નિયમ

દરેક નોટ માટે છે જુદો નિયમ

ફાટેલી નોટ બદલવાની કેટલી રકમ મળશે તે નોટની કિંમત અને તેની સ્થિતિ કેવી છે તેના પર નક્કી થાય છે. જેમ કે 2 હજારની નોટનો 88 sqcm હોય તો પૂરા પૈસા મળે છે અને 44sqcm હોય તો અડધા પૈસા મળે છે. જો 2 હજારની આખી નોટ 109.56sqcm છે. તો 200ની ફાટેલી નોટનો 78sqcm ભાગ હોય તો પુરુ વળતર મળશે અને 39sqcm હોય તો અડધું વળતર મળશે.

કઈ નોટ બદલી શકાય છે.

કઈ નોટ બદલી શકાય છે.

રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે ત્રણ પ્રકારની નોટ બદલી શકાય છે. જે નોટને ધોવાથી કે ચલણમાં વારંવાર ફરવાથી રંગ ઉડી ગયો હોય તે. જે નોટ ફાટી ગઈ હોય પણ ટુકડા હાજર હોય. ત્રીજી જે મિસ મેચ વાળી હોય એટલે કે બે જુદા જુદા ટુકડા જોડીને કોટી પ્રિન્ટવાળી નોટ બની હોય. ખૂબ જ ખરાબ સ્થિતિવાલી નોટ જેમના નંબર વાંચવા શક્ય ન હોય તેને બેન્ક બદલવાની ના પણ પાડી શકે છે.

નોટ પર લખવાની મનાઈ છે

નોટ પર લખવાની મનાઈ છે

રિઝર્વ બેન્કના નિયમો પ્રમાણે નોટ પર કશુંક લખેલું હોય તો તે માન્ય છે. પરંતુ જો તે લખાણ રાજકીય હોય તો તેને લીગલ ટેન્ડર નહીં માનવામાં આવે.

કેવી રીતે બદલાવશો નોટ

કેવી રીતે બદલાવશો નોટ

તમે કોઈ પણ બેન્કની બ્રાંચમાં જઈને નોટ બદલાવી શકો છો. અથવા તમે રિઝર્વ બેન્કની ઓફિસ પણ જઈ શકો છો. જી હાં, દરેક બેન્ક જૂની, ફાટેલી નોટો બદલી આપે છે બસ તે નકલી ન હોવી જોઈે. તમે નજીકની બેન્કમાં જઈને નોટ બદલાવી શકો છો. આ માટે કોઈ ચાર્જ નથી લાગતો. સાથે જ આ માટે તમારે બેન્કના ગ્રાહક હોવું પણ જરૂરી નથી. બસ નોટ બદલાવતી વખતે એટલું ધ્યાન રાખો કે તમારી પાસે આવી 20થી વધુ નોટ ન હોય. કેટલાક દુકાનદારો પણ જૂની ફાટેલી નોટો બદલી આપે છે, પરંતુ તેમનું કમિશન વધું હોય છે.

આ નોટો ન બદલી શકાય

આ નોટો ન બદલી શકાય

નોંધવા જેવી વાત એ છે કે કેટલીક સ્થિતિમાં નોટ બદલી નથી શકાતી. રિઝર્વ બેન્કના નિયમો પ્રમાણે ખરાબ રીતે સળગી ગયેલી, કે વધુ ટુકડામાં વહેંચાયેલી નોટ બદલી નથી શકાતી. આ પ્રકારની નોટ રિઝર્વ બેન્કની ઈસ્યુ ઓફિસમાં જ જાય છે. સાથે જ જે નોટો પર રાજકીય સંદેશ લખ્યા હોય તેમને પણ ચલણમાં નથી વાપરી શકાતી. ઉપરાંત જો બેન્ક કર્મચારીને લાગે કે તમને નોટ જાણીજોઈને ફાડી છે, તો તે નોટ બદલવાની ના પાડી શકે છે.

English summary
Do you know how to get the damaged curency replaced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X