LPGના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો, હવે આટલા રુપિયામાં મળશે રાંધણ ગેસનુ સિલિન્ડર

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી મોટો વધારો કરી દેવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી મોટો વધારો કરી દેવામાં આવ્યો છે. આજે 6 જુલાઈની સવારથી રાંધણ ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. દિલ્લીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોલકત્તામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 1079, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નઈમાં 1068.50 રૂપિયા થઈ ગયા છે.

કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 1 જુલાઈએ ઈંધણ કંપનીઓ તરફથી કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયોનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રાંધણ ગેસના ભાવમાં વધારો કરીને ઈંધણ કંપનીઓને સામાન્ય જનતાને ઝટકો આપ્યો છે. આ પહેલા રાંધણ ગેસના ભાવમાં છેલ્લી વાર 19 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.

કૉમર્શિયલ ગેસ સિલિન્ડની કિંમત

કૉમર્શિયલ ગેસ સિલિન્ડની કિંમત

ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ દિલ્લીમાં કૉમર્શિયલ ગેસ સિલિન્ડર ઘટીને 2021 રૂપિયા થઈ ગયુ હતુ. હવે 6 જુલાઈએ ફરીથી કિંમત ઘટતા તે 2012.50 રૂપિયા થઈ ગયુ છે. કોલકત્તામાં કૉમર્શિયલ ગેસ સિલિન્ડર 2132 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં 1972.50 રૂપિયા અને ચેન્નઈમાં તે 2177.50 રૂપિયામાં મળશે.

12 સિલિન્ડર સુધી મળશે સબસિડી

12 સિલિન્ડર સુધી મળશે સબસિડી

1 જુલાઇ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 1 જૂને 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે છેલ્લા 35 દિવસમાં કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે સરકારે થોડા દિવસો અગાઉ ઉજ્વલા યોજના હેઠળ 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવાનુ એલાન કર્યુ હતુ. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X