ક્રેડિટ કાર્ડ ધારક છો તો આ ભુલોથી બચો, નહીં તો ખર્ચો વધી જશે!
ક્રેડિટ કાર્ડ ધારક છો તો આ ભુલોથી બચો, નહીં તો ખર્ચો વધી જશે!
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રેડિટ કાર્ડનો વપરાશ સતત વધી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ્સ 'હમણાં ખરીદો અને પછી ચૂકવણી કરો' ના સિદ્ધાંત પર કામ કરે છે. ક્રેડિટ કાર્ડમાં ઇન્સ્ટન્ટ ક્રેડિટ એક્સેસ સિવાય ઘણી બધી સુવિધાઓ મળે છે, જેમાં રિવર્ડ પોઇન્ટ, ડિસ્કાઉન્ટ અને કેશબેકનો સમાવેશ થાય છે. ક્રેડિટ કાર્ડથી તમે EMI થી ચૂકવણી કરી શકો છો. ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી આ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે તમને તેનો ઉપયોગ કરવા આવડે એ ખુજ જ જરૂરી છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં ભુલ કરો તો વધારાના ચાર્જ અને વ્યાજની મોટી રકમ ચુકવવી પડી શકે છે. આજે અમે તમને એવી ભુલો વિશે જણાવીશું જેને ટાળવી આવશ્યક છે.

ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાનું ટાળો
જો ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડો છો તો એ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાનું હંમેશા ટાળવું જોઈએ. આકસ્મિક સંજોગો સિવાય ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાનું ટાળવુ જોઈએ, કારણ કે ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડતી વખતે તમારે વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે. ભવિષ્યમાં તમે ક્રેડિટ કાર્ડમાંથી રોકડ નહીં ઉપાડવી કાળજી રાખો. એમ છત્તા પણ ઉપાડવી પડે તો બની શકે તેટલુ જલ્દી તેને ચુકવવાનો આગ્રહ રાખો.

મિનિમમ અમાઉન્ટ ડ્યૂ
ઘણા સંજોગોમાં ક્રેડિટ કાર્ડ ધારકો સગવડતા ન હોવાથી મિનિમમ ડ્યૂ ચુકવીને સમય મેળવી લેતા હોય છે. તો અમે તમને જણાવી દઈએ કે આ પણ એક ખર્ચાણ નિર્ણય જ છે. માન્યતા છે કે મિનિમમ ડ્યૂ ચૂકવી દેવાથી ફાઇનાન્સ ચાર્જ લાગતો નથી, પરંતુ તે સાચું નથી. મિનિમમ ડ્યૂ ચૂકવીને, તમે ફક્ત તે સમય પુરતા ચુકવણીથી જ બચી શકો છો. આ ઉપરાંત જો તમે સમયસર રિવર્ડ પોઈન્ટ વાપરતા નથી તો તે પણ નુકસાન ઉઠાવવુ પડી શકે છે. રિવર્ડ પોઇન્ટ્સ સામાન્ય રીતે 2-3 વર્ષ માટે વેલીડ હોય છે. ત્યારબાદ તે વાપરી શકાતા નથી. તો બન્ને ત્યાં સુધી સમયસર વાપરી નાંખો.

વ્યાજમુક્ત સમયસીમાંનું ધ્યાન રાખો
દરેક ક્રેડિટ કાર્ડમાં એક ચોક્કસ સમયગાળો તમને વગર વ્યાજે બીલ ચુકવણી માટે મળે છે. આ સમયગાળા દરમિયાન બીલ ભરવા પર કોઈ વ્યાજ ચુકવવુ પડતુ નથી. આ સમયગાળો વિવિધ ક્રેડિટ કાર્ડમાં 20 થી 52 દિવસ સુધીનો હોય છો. જો તમે આ સમયગાળામાં બીલ નહીં ચુકવો તો વ્યાજ ચુકવવુ પડી શકે છે. આ સમયગાળાને ધ્યાનમાં રાખો અને વધારાના ચાર્જથી બચો.












Click it and Unblock the Notifications
