ડૉટે વોડાફોને ફટકાર્યો 1,263 કરોડનો દંડ

vodafone-logo
નવી દિલ્હી, 4 જૂન: વોડાફોન માટે દંડની સમસ્યા દૂર થતી જોવા મળતી નથી. સરકાર સાથે ટેક્સ વિવાદમાં ગૂંચવાયેલી બ્રિટેનની દૂરસંચાર કંપની પર દૂરસંચાર વિભાગ (ડૉટ)એ પોતાની આવકને ઓછી બતાવવા માટે 1,263 કરોડનો દંડ ફટકર્યો છે. આ દંડ નાણાંકીય વર્ષ 2007-08 થી 2010-11 માટે ફટકારવામાં આવ્યો છે.

આધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે વોડાફોને સોમવારે નોટીસ ફટકારી હતી. કંપનીએ તેની ચૂકવણી 15 દિવસોમાં કરવાનું કહ્યું છે. દરેક નાણાંકીય વર્ષ માટે કંપની પર કેટલો દંડ લગાવ્યો છે તેની જાણ થઇ નથી.

દૂરસંચાર લાઇસન્સોના આધારે દૂરસંચાર ઓપરેટરોને નોંધાયેલ કુલ આવક પર લાઇસન્સ દર અને સ્પેક્ટ્રમના ઉપયોગ માટે ચૂકવણી કરવી પડે છે. આ રેવન્યૂ ફક્ત દૂરસંવ્હાર સેવાઓથી પ્રાપ્ત થાય છે.

આધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉટને જાણવા મળ્યું છે કે આ નોંધાયેલ રેવન્યૂ યોગ્ય નથી. વોડાફોને આ ટિપ્પણીથી મનાઇ કરી દિધી છે. કંપની પહેલાંથી જ સરકાર સાથે 11,200 કરોડ રૂપિયાના ટેક્સની લેણદેણના વિવાદમાં ગુંચવાયેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X