For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનના બીજા તબક્કામાં આ 2 સેક્ટર્સને મળી શકે છે છૂટ, ઉદ્યોગ મંત્રાલયે ભલામણ કરી

લૉકડાઉનના બીજા તબક્કામાં આ 2 સેક્ટર્સને મળી શકે છે છૂટ, ઉદ્યોગ મંત્રાલયે ભલામણ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉનની સમયસીમા 14 એપ્રિલે સમાપ્ત થનાર છે, પરંતુ જે ગતિએ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, તેનાથી સરકાર લૉકડાઉન વધારે તેવી ઉમ્મીદ છે. પીએણ સાથેની બેઠક દરમિયાન મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવાની ભલામણ કરી. કેટલાય રાજ્યોએ કેન્દ્ર સરકારના ફેસલા પહેલા જ પોતપોતાના રાજ્યોમાં લૉકડાઉનની સમયસીમા વધારી દીધી છે. જ્યારે હવે બધાની નજર કેન્દ્ર સરકારના ફેસલા પર ટકી છે.

સરકારને ભલામણ કરી

સરકારને ભલામણ કરી

ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગે લૉકડાઉનના ફેજ 2ને લઈ ગૃહમંત્રાલયને પોતાના મંતવ્યો જણાવ્યા છે. પોતાના મંતવ્યોમાં કેટલાક સેક્ટર્સને રાહત આપવાની અને ત્યાં કામકાજ ચાલુ રાખવાની ભલામણ કરી છે. ઉદ્યોગ વિભાગે હેવી ઈલેક્ટ્રિકલ્સ અને દૂરસંચાર ઉપકરણ જેવા સેક્ટરને સીમિત સ્તરે કામ કરવાની મંજૂરી આપવામાં આવે. ઉદ્યોગ વિભાગ તરફથી ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને પત્ર લખી મંતવ્ય જણાવવામાં આવ્યા છે, જેમાં આર્થિક સ્થિતિમાં સુધારો અને લોકોને રોકડની જરૂરત હોવાનું જણાવ્યું. પત્રમાં કેન્દ્ર સરકારને ભલામણ કરવામા આવી કે તેઓ સુરક્ષાત્મક ઉપાયોની સાથે કેટલાક સેક્ટર્સને કામ કરવાની મંજૂરી આપે, જેથી દેશની આર્થિક સ્થિતિની સાથોસાથ લોકોના હાથમાં રોકડ પહોંચાડી શકે. જો કે ગૃહમંત્રાલયે હજી ડીપીઆઈઆઈટીના આ પત્રનો જવાબ આપ્યો નથી.

આ ઉદ્યોગો ખોલવાની ભલામણ

આ ઉદ્યોગો ખોલવાની ભલામણ

ઉદ્યોગ વિભાગે ઑપ્ટિક ફાઈબર કેબલ, કમ્પ્રેસર એન્ડ કંડેનસર એકમો, સ્ટીલ અને ફેરસ એલૉય મિલ, પાવરલૂમ, ગુલ્દી અને પેપર યૂનિટ, ઉર્વરક, પેંટ, પ્લાસ્ટિક, વાહન એકમ, રત્ન અને આભૂષણ અને સેજને ખોલવાની મંજૂરી આપવાની અપીલ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર કંપનીઓ અને ફેક્ટરીઓમાં કામ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે. અહીં તેમને ટાઉનશિપમાં ઝૉનમાં વહેંચવામાં આવી શકે છે, જ્યાં મજૂરો માટે રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી શકે છે.

આ વાતોનું ધ્યાન રાખો

આ વાતોનું ધ્યાન રાખો

જ્યારે વિભાગે ભલામણ કરી કે જે ઉદ્યોગોને કામકાજની અનુમતિ મળી છે, ત્યાં કેટલીક વાતો પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જેમ સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનિટાઈઝેશન, મજૂરોની નિશ્ચિત સંખ્યાની શરતો માનવાની હશે. ત્યાં જ એક જ જગ્યાએથી કર્મચારીઓનો પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પર્યાપ્ત જગ્યા ઉપરાંત કર્મચારીને લાવવા લઈ જવા માટે અલગ અલગ પરિવહનની સાથોસાથ ઉચિત વ્યવસ્થા, ફેક્ટરી કે કાખાનામાં મજૂરોને રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. જ્યારે પરિસરમાં સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. જેની જવાબદારી જિલ્લા અધિકારીઓની હશે, જે આ શરતોનું પાલન થાય તેની દેખરેખ રાખશે.

ગુજરાતઃ અરબ સાગરમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય માછીમારોને બનાવ્યા નિશાનગુજરાતઃ અરબ સાગરમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય માછીમારોને બનાવ્યા નિશાન

English summary
The Department for Promotion of Industry and Internal Trade has suggested the Home Ministry to allow limited activity in certain sectors such as heavy electricals and telecom equipment with reasonable safeguards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X