બિઝનેસમાં સરળતા : ભારતનો 142મો ક્રમ PM મોદીને નિરાશ કરી શકે

વૉશિંગ્ટન, 29 ઓક્ટોબર : વર્લ્ડ બેંક દ્વારા બિઝનેસ કરવામાં સરળતાને ધ્યાનમાં રાખીને વિશ્વના 189 દેશોની એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં ભારત 142મા સ્થાને આવ્યું છે. મહત્વની બાબત એ છે કે આ નવી યાદી ભારત માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નિરાશાજનક છે.

નિરાશાની બાબત એ છે કે આ યાદીમાં ભારત ગયા વર્ષની રેંકિગની સરખામણીએ બે નંબર પાછળ ખસક્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠલા મહિને જ જણાવ્યું હતું કે તેઓ આ લિસ્ટમાં ભારતને 50મા ક્રમે જોવા માંગે છે.

india-1

આ અંગે બેંકના અધિકારીઓનું કહેવું છે કે ભારત આ યાદીમાં ગયા વર્ષે 140મા ક્રમે હતું. રેંકમાં આ ઘટાડો અન્ય દેશોના સારા વ્યવહારને પગલે છે. નવા રેંકિંગમાં મોદી સરકાર દ્વારા ભારતને વેપાર અનુકૂળ દેશ બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં પર વિચાર કરવામાં આવ્યો ન હતો. વર્લ્ડ બેંક સમૂહમાં નિર્દેશન ગ્લોબલ ઇન્ડિકેટર્સ ગ્રુપ અગસ્તો લોપેજ - ક્લારોજે જણાવ્યું કે અમે એવા સંકેતો આપવા માંગતા નથી કે ભારતની રેંકિંગમાં ઘટાડો વર્તમાન રાજકીય સ્થિતિ અને સરકાર સાથે કોઇ લેવા દેવા નથી.

તેમણે જણાવ્યું કે 'એ સંપૂર્ણ રીતે સાચું છે કે નવી મોદી સરકારે બહુ જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં સારા રોકાણ માટેનો માહોલ તૈયાર કરવો તેની અગ્રણી પ્રાથમિકતા છે. જો કે આ યાદ રાખવું પણ મહત્વનું છે કે નવી સરકાર મે મહિનાની બીજા પખવાડિયા સુધી સત્તામાં આવી ન હતી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X