For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020માં કોરોનાના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ શૂન્ય થશે

2020માં કોરોનાના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ શૂન્ય થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસે ભારતીય અર્થવ્યવસ્થાને પોતાના લપેટામાં લઈ લીધી છે. લૉકડાઉનને પગલે હવે 3 મે સુધી મોટાભાગના ઉદ્યોગો અને સંસ્થાન બંધ રહેશે. જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પટરીથી ઉતરતી જોવા મળી રહી છે. એક તાજા આર્થિક રિપોર્ટ મુજબ લૉકડાઉનના કારણે 3 મે સુધી 234.4 મિલિયન અમેરિકી ડૉલરનું નુકસાન ભારતે ઉઠાવવું પડશે. જ્યારે ભારતની આર્થિક વૃદ્ધિ દર 2020 માટે શૂન્ય રહેવાનું અનુમાન છે. આ રિપોર્ટ બાદ ભારત સરકારની ચિંતા વધવી યોગ્ય છે.

gdp

કોરોનાના આર્થિક નુકસાન પર ઝીણવટાઈથી નજર રાખતી બ્રિટિશ બ્રોકરેજ ફર્મ બાર્કલેજ મુજબ 14 એપ્રિલ સુધીના લૉકડાઉનથી ભારતને 120 બિલિયન અમેરિકી ડૉલરનું નુકસાન થયું હતું. હવે પીએમ મોદીએ ત્રણ મે સુધી લૉકડાઉન વધારી દીધું છે, એવામાં આ નુકસાન વધીને 234.4 મિલિયન ડૉલર થઈ જશે. અગાઉ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે 2020માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2.5 ટકા રહેશે, પરંતુ હવે આટલા મોટા પાયે થયેલ લૉકડાઉનને કારણે આ વૃદ્ધિદર શૂન્ય થઈ જશે. બાર્કલેજ મુજબ નાણાકીય વર્ષ 2020-2021માં 3.5 ટકા વૃદ્ધિનું અનુમાન હતું પરંતુ હવે આ ઘટીને 0.8 ટકા રહી જશે.

પીએમ મોદીએ ત્રણ મે સુધી લૉકડાઉન વધારી દીધું છે. આની સાથે જ તેમણે 20 એપ્રિલ બાદ એવા વિસ્તારોમાં લૉકડાઉનની છૂટ આપવાની વાત કહી છે જ્યાં કોરોનાના કેસ ની. હાલ આ વિસ્તારોમાં ઉદ્યોગ અને વ્યાપાર પ્રતિષ્ઠાન ખુલી શકશે કે નહિ તે બુધવારે જાહેર થનાર ગાઈડલાઈન બાદ સ્પષ્ટ થઈ જશે. જ્યારે અગાઉ સરકારનો વિચાર હતો ક જે ફેક્ટરીઓ અને સંસ્થાનોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ શકે છે, તેમને ખોલી શકાય છે. હાલ અત્યાર સુધી આના પર કોઈ ફેસલો નથી થઈ શક્યો. એવામાં કોરોનાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાએ વધુ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

ઓરિસ્સામાં બીજા તબક્કાનુ લૉકડાઉન બન્યુ સરળ, આ કામોમાં મળશે વિશેષ છૂટઓરિસ્સામાં બીજા તબક્કાનુ લૉકડાઉન બન્યુ સરળ, આ કામોમાં મળશે વિશેષ છૂટ

English summary
Economic growth of india will be zero for 2020 due to corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X