Richest Man of the World : એલોન મસ્ક ફરી બન્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, જાણો સંપતિ
Richest Man of the World : એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરમાં વધારો થયા બાદ મસ્કની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યા બાદ મસ્કની સંપત્તિમાં ઘટાડો થયો હતો.
Richest Man of the World : દુનિયાના સૌથી અમીર માણસોની યાદીમાં ફેરફાર થયો છે. જેમાં ફરી એકવાર એલોન મસ્ક ટોચના સ્થાને પહોંચ્યો છે. તાજેતરમાં ટેસ્લાના શેરના ભાવમાં વધારો થઇ રહ્યો છે, જે કારણે એલોન મસ્કની સંપત્તીમાં નોંધપાત્ર વધારો થયો હતો. બ્લુમબર્ગની રિપોર્ટ અનુસાર એલોન મસ્ક ફરીથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં એલોન મસ્કને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના પ્રથમ સ્થાન પરથી હટાવી દેવામાં આવ્યા હતા, તેનું મુખ્ય કારણ ટેસ્લાના શેરના ભાવમાં ભારે ઘટાડો હતો. તેમના સ્થાને બર્નાર્ડ આર્નોલ્ડના સીઈઓ લુઈસ વિટન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, પરંતુ બે મહિના બાદ ફરી એકવાર એલોન મસ્કે પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે.

કેટલી સંપતિના માલિક છે એલોન મસ્ક?
એલોન મસ્કની કુલ સંપત્તિની વાત કરીએ તો તે 187 અબજ ડોલર છે. આ વર્ષની શરૂઆતમાં મસ્કની કુલ સંપત્તિ 137 બિલિયન ડોલર હતી. સપ્ટેમ્બર 2021 બાદ મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના પહેલા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે, એલોન મસ્ક વિશ્વના એવા પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેમણે ઈતિહાસમાં સૌથી વધુ પૈસા ગુમાવ્યા છે, તેમનું નામ ગિનિસ બુકમાં પણ નોંધાયેલું છે.

સૌથી મોટી મની લોસ રેકોર્ડ
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ વતી નિવેદન જાહેર કરીને તેની પુષ્ટિ કરવામાં આવી હતી કે, ઇતિહાસમાં સૌથી વધુ પૈસા ગુમાવવાનો રેકોર્ડ મસ્કના નામે છે. આ અગાઉ જાપાની ટેક ઇન્વેસ્ટર માસાયોશી સોન વિશ્વમાં સૌથી વધુ ગુમાવનાર હતા. તેમણે 56 બિલિયન ડોલર ગુમાવ્યા હતા. આવા સમયે મસ્કની કુલ સંપત્તિમાં લગભગ 58.6 અબજનો ઘટાડો થયો હતો, ત્યારબાદ તેમણે આ મામલે સનને પાછળ છોડી દીધો હતો. જાપાનના મસ્કને 2000માં સૌથી વધુ 56 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.

પ્રારંભિક તબક્કામાં રોકાણ કર્યું
એલોન મસ્કની મોટાભાગની સંપત્તિ ટેસ્લાના શેરમાંથી આવે છે. મસ્કે શરૂઆતના તબક્કામાં કંપનીમાં રોકાણ કર્યું હતું અને તે તેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રોકાણકાર છે.
કંપનીની શરૂઆત જુલાઈ 2002માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2004માં મસ્ક કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા, કંપનીમાં 6.5 મિલિયન ડોલરનું રોકાણ કર્યું અને કંપનીના CEO બન્યા હતા. મસ્કે કંપનીને ફરીથી દિશામાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જ્યારે ટેસ્લાના શેર વેચ્યા
એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ટેસ્લાના શેરનો મોટો હિસ્સો વેચ્યો હતો. તેમણે ગયા વર્ષે ટેસ્લાના ઘણા શેર વેચ્યા હતા. તેમણે ગયા વર્ષે એપ્રિલ અને ઓગસ્ટમાં 15.4 અબજ ડોલરના શેર વેચ્યા હતા.
તે સમયે તેમણે જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં વધુ શેર પણ વેચી શકે છે. નવેમ્બર 2022 માં, મસ્કે 4 બિલિયન ડોલરના મૂલ્યના બીજા 19.5 મિલિયન શેર વેચ્યા હતા. મસ્ક દ્વારા કુલ 10.5 મિલિયન શેર વેચવામાં આવ્યા હતા. મસ્કના વેચાણને કારણે ટેસ્લાના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ તમામ રોકાણકારોને કંપની વતી મેઈલ કરવામાં આવ્યા હતા અને શેરના ભાવ ઘટવાને કારણે ગભરાશો નહીં.

ટ્વિટર માટે અબજો શેર વેચાયા
મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. કંપનીની બાગડોર સંભાળ્યા બાદ, મસ્કે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને હટાવી દીધા હતા.
આ સાથે તેમના ઉચ્ચ અધિકારીઓને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. મસ્કએ કાર્યભાર સંભાળ્યા પછી ટ્વિટરના ઘણા કર્મચારીઓએ રાજીનામું આપ્યું હતું, ઘણાને બરતરફ કરવામાં આવ્યા હતા.
નવેમ્બર 2022 માં કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હવે કોઈ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. તે પછી પણ ઘણા કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. મસ્કના આગમન પહેલા ટ્વિટરમાં કુલ 7500 કર્મચારીઓ હતા, પરંતુ હવે કંપનીમાં લગભગ 2300 કર્મચારીઓ બાકી છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
