For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 ડોલરમાં બ્લુ ટિક સ્કીમ અંગે એલોન મસ્કે કહી આ મોટી વાત, હવે નહીં ચુકવવો પડે ચાર્જ?

એલોન મસ્કે જણાવ્યું હતું કે, ટ્વીટર બ્લુ ટીક વેરિફિકેશન પ્લાન રિલોન્ચ કરી શકે છે. આ સાથે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે 8 ડોલરના બદલે બ્લુ ટીક વાળી યોજના પર રોક લગાવી છે.

|
Google Oneindia Gujarati News

એલોન મસ્કે જણાવ્યું હતું કે, ટ્વીટર બ્લુ ટીક વેરિફિકેશન પ્લાન રિલોન્ચ કરી શકે છે. આ સાથે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે 8 ડોલરના બદલે બ્લુ ટીક વાળી યોજના પર રોક લગાવી છે. કંપનીના નવા માલિક એલોન મસ્કે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્વીટર પર રહેલા ફેક અકાઉન્ટની સમસ્યાનું સમાધાન ન શોધી લે ત્યાં સુધી બ્લુ ટીક માટે પેઇડ સ્કીમને ફરીથી શરૂ કરવામાં આવશે નહીં.

વ્યક્તિ અને સંસ્થાના ટ્વીટ વચ્ચેનો તફાવત

વ્યક્તિ અને સંસ્થાના ટ્વીટ વચ્ચેનો તફાવત

ઘણા સમયથી યુઝર્સ ટ્વીટર પર એલોન મસ્કને તેના 'બ્લુ ટીક પ્લાન' વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. હવે આ બાબતે માહિતી આપતા ટ્વીટરનાનવા માલિક એલોન મસ્કે જણાવ્યું છે કે, આગામી કેટલાક દિવસો સુધી તેઓ ટ્વીટરના બ્લુ ટીક પ્લાનને ફરીથી લોન્ચ કરવાનું રોકી રહ્યા છે. જ્યાં સુધી વ્યક્તિની યોગ્ય તપાસ નહીં થાય, ત્યાં સુધી તેને ટ્વીટરની બ્લુ ટીક આપવામાં આવશે નહીં. વ્યક્તિઓ અને સંસ્થાઓને વિવિધ રંગીન વેરિફિકેશન ટીક આપવામાં આવશે. આની મદદથી વ્યક્તિ અને સંસ્થાના ટ્વીટ વચ્ચેનો તફાવત જાણી શકાય છે.

મસ્કના નેતૃત્વ પર ઉઠ્યા સવાલ

મસ્કના નેતૃત્વ પર ઉઠ્યા સવાલ

એલોન મસ્કે ગયા મહિને 44 બિલિયન ડોલરના સોદા બાદ ટ્વીટરમાં મોટા ફેરફારો કર્યા છે. કંપનીના અડધાથી વધુ કર્મચારીઓને બરતરફકરવામાં આવ્યા છે.

પરાગ અગ્રવાલ સહિત ઘણા મોટા અધિકારીઓ મસ્કના નિશાના પર આવ્યા હતા. એલોન મસ્કે જણાવ્યું હતું કે, તેમની પાસે કંપનીમાં સુધારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આવા સમયે ઘણા નિરીક્ષકોએ મસ્કના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે.

હાલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો

હાલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો

જ્યારથી એલોન મસ્કે ટ્વીટરની બાગડોર સંભાળી છે, ત્યારથી તે મીડિયાની લાઇમલાઇટમાં છે. આવા સમયે, યુઝર્સ પેઇડ બ્લુ ટીકવિશે ખૂબ જ ચિંતિત લાગે છે.

આવા સમયે પેઇડ બ્લુ ટીકના કારણે, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર ફેક અકાઉન્ટ્સથી ભરાઈ ગયું છે. આકારણોસર, પેઇડ બ્લુ ટીક વેરિફિકેશન પર હાલ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

English summary
Elon Musk said this big thing about the Blue Tick scheme for 8 dollars, now you don't have to pay the charge?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X