For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ફ્લિપકાર્ટને 1000 કરોડની પેનલ્ટી ફટકારી શકે; અન્યો સામે લાલ આંખ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 14 ઓક્ટોબર : દેશના એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટને નોટિસ મોકલી છે. ઇડીએ ઈ-કોમર્સ સેક્ટરની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટને તાજેતરના તેના 'બિગ બિલિયન ડે' સેલ અંગે અંગે સવાલો પૂછ્યા છે. આ બાબતે ઇડી તેને કેટલો દંડ ફટકારશે તેનો ક્યાસ લગાવવો મુશ્કેલ છે. પરંતુ કેટલાકનું અનુમાન છે કે ઈડી કદાચ આ કંપનીને રૂપિયા 1,000 કરોડની પેનલ્ટી ફટકારે એવી શક્યતા છે.

ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ ફ્લિપકાર્ટે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મારફત નાણાંની વ્યવસ્થા કરી હતી અને મલ્ટીબ્રાન્ડ મારફતે ઈ-કોમર્સમાં નાણાંની વ્યવસ્થા કરવી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ ગુનો બને છે.

flipkart-2

ફ્લિપકાર્ટને મળેલી નોટિસ બદલે ફ્લિપકાર્ટે એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે અમે સંપૂર્ણપણે દેશના કાયદા અનુસાર જ પ્રવૃત્તિ કરી છે અને અમે તપાસમાં જરૂર પડશે ત્યારે સત્તાવાળાઓને સહકાર આપીશું.

ફ્લિપકાર્ટે ગયા અઠવાડિયે યોજેલા જંગી ડિસ્કાઉન્ટવાળા બિલિયન ડે સેલ અંગે ઘણા વેપારીઓએ ફરિયાદ કરી છે. સરકારે ખાતરી આપી હતી કે તે એમની ફરિયાદો પર ધ્યાન આપશે અને ઈ-કોમર્સ રીટેલ બિઝનેસમાં વધારે સ્પષ્ટતાની જરૂર છે કે કેમ તેની ચકાસણી કરશે.

English summary
Enforcement Directorate may slap penalty on Flipkart, probes other e commerce players.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X