આનંદો! EPF પર આ વર્ષે મળશે 8.75 ટકા વ્યાજ

ઇપીએફઓના નિર્ણય લેનાર સીબીટીની સોમવારે મળેલી બેઠકમાં ચાલુ નાણાકિય વર્ષ માટે વ્યાજદરને 8.5 ટકાથી વધારી 8.75 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
સીબીટીની બેઠક માટેના નક્કી એજન્ડા પ્રમાણે ઇપીએફઓને ચાલુ નાણાકિય વર્ષમાં 20,796.96 કરોડ રૂપિયાની આવકનું અનુમાન છે અને તેને પોતાના ખાતા ધારકોને 8.5 ટકાનું વ્યાજ દરની ચૂકવણી માટે 20,740 કરોડ રૂપિયાની જરૂરિયાત છે.
અનુમાન અનુસાર વ્યાજદર અડધો ટકો વધારીને 9 ટકા કરવા માટે 1229 કરોડ રૂપિયાના વધારાના નાણાની જરૂરીયાત પડતી, જેના માટે સીબીટીના પ્રમુખ અને શ્રમ મંત્રી ઓક્સર ફર્નાંડિસ તૈયાર થયા નહીં. બોર્ડની બેઠક પહેલા તેમણે જણાવ્યું હતું, 'ઇપીએફ પર વ્યાજ ઇપીએફઓની કમાણીના આધાર પર આપવામાં આવે છે. અમે આના માટે સબસિડી આપી શકીએ નહીં.'












Click it and Unblock the Notifications
