EPFO : શું છે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ? હવે ગમે તે બેંકમાંથી ઉપાડી શકાશે પીએફના રૂપિયા
EPFO News : દેશભરના પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર છે. લાગુ થયેલી નવી સિસ્ટમ પુરી ઈપીએફઓ સિસ્ટમને બદલવા જઈ રહી છે.
કેન્દ્ર સરકારે સંપુર્ણ રીતે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમથી તમારા પીએમનો ઉપાડ ગમે તે બેંકોમાંથી થઈ શકશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ ફેરફાર બાદ પેન્શનધારકોને દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડવામાં કોઈ સમસ્યા નહીં થાય.
આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે હવે EPFO પેન્શનરો દેશના કોઈપણ પ્રાદેશિક EPFO ઓફિસમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. દેશના તમામ 122 પ્રાદેશિક EPFO કાર્યાલયોમાં સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ EPFO સેવાઓને આગળ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને અમારા પેન્શનરો માટે સુવિધાઓ સાથે પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.
CPPSનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ઓક્ટોબર 2024માં જમ્મુ, કરનાલ અને શ્રીનગર પ્રાદેશિક કચેરીઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ અંતર્ગત 49,000 EPS પેન્શનરોને કુલ 11 કરોડ રૂપિયા પેન્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશની 24 પ્રાદેશિક કચેરીઓમાં બીજો પાયલોટ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ 24 સ્થાનિક કચેરીઓ દ્વારા 9.3 લાખથી વધુ પેન્શનરોને 213 કરોડનું પેન્શન વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સિસ્ટમથી ફિઝિકલ વેરિફિકેશનની જરૂરિયાત ખતમ થઈ જશે અને પેન્શનનું વિતરણ ખૂબ જ સરળ રીતે થઈ શકશે. આ રોલઆઉટ સાથે પેન્શન સેવા વિતરણની પુરી સિસ્ટમ બદલાઈ જશે.












Click it and Unblock the Notifications
