For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 ના કુંભ મેળાથી 1200 અબજ રૂપિયાની કમાણીનું અનુમાન

5 જાન્યુઆરીએ શરુ થયેલા અને 4 માર્ચ સુધી ચાલનારા કુંભ મેળા પર વધુ ખર્ચને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ઉદ્યોગ મંડળ ભારતીય ઉદ્યોગ પરિસંઘ(સીઆઈઆઈ) એ આ અંદાજ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

5 જાન્યુઆરીએ શરુ થયેલા અને 4 માર્ચ સુધી ચાલનારા કુંભ મેળા પર વધુ ખર્ચને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ઉદ્યોગ મંડળ ભારતીય ઉદ્યોગ પરિસંઘ(સીઆઈઆઈ) એ આ અંદાજ લગાવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારને પ્રયાગરાજમાં સંગમની રેતી પર વસેલા આસ્થાના કુંભ પાસેથી રૂ. 1200 અબજની આવક થવાની ધારણા છે. જો કે કુંભ મેળો ધાર્મિક અને આધ્યાત્મિક આયોજન હોવા છતાં, આ આયોજન સંબંધિત કર્યોમાં છ લાખથી વધુ કામદારો માટે રોજગારી ઊભી થઈ રહી છે.

આ પણ વાંચો: કુંભ મેળાનું બજેટ મહાકુંભ કરતાં પણ ત્રણ ગણું વધારે છે

4,200 કરોડ રૂપિયા ફાળવ્યા

4,200 કરોડ રૂપિયા ફાળવ્યા

ઉત્તરપ્રદેશ સરકારે 50 દિવસ સુધી ચાલનારા કુંભ મેળાના આયોજન માટે 4,200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જો કે 2013 માં આયોજિત મહાકુંભના બજેટ કરતા ત્રણ ગણું છે. સીઆઈઆઈના અભ્યાસ મુજબ કુંભ મેળાના વિસ્તારમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં આશરે 2.5 લાખ લોકોને રોજગાર મળશે. આ સિવાય, એરલાઇન્સ અને એરપોર્ટની આસપાસથી આશરે 1.5 લાખ લોકોને રોજી-રોટી મળશે .

ઇકો-ટૂરિઝમ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રોમાં રોજગારીની તકો

ઇકો-ટૂરિઝમ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રોમાં રોજગારીની તકો

તમને જણાવી દઈએ કે 45,000 ટૂર ઓપરેટરોને પણ રોજગાર મળશે. તેમજ ઈકો-ટુરિઝમ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ આશરે 85,000 રોજગાર માટે તક બનશે. રિપોર્ટ અનુસાર વધુમાં ટૂર ગાઈડ ટેક્સી ડ્રાઈવર અને સ્વયંસેવક તરીકે 55 હજાર રોજગારની નવી તકો બનશે. આનાથી સરકારી એજન્સીઓ અને વ્યક્તિગત વેપારીઓની આવકમાં વધારો થશે.

લગભગ 15 કરોડ લોકો આવવાની શક્યતા છે

લગભગ 15 કરોડ લોકો આવવાની શક્યતા છે

સીઆઇઆઈના અંદાજ અનુસાર કુંભ મેળાથી ઉત્તર પ્રદેશને આશરે 1200 અબજ રૂપિયાની આવક મળશે. આ ઉપરાંત પાડોશી રાજ્યો રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશને પણ લાભ થશે. આ એટલા માટે છે કારણ કે કુંભમાં જોડાયેલા પ્રવાસીઓ આ રાજ્યોના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લઈ શકે છે.

કુંભ મેળામાં આશરે 15 કરોડ લોકો આવવાની શક્યતા છે. આ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક આયોજન સમગ્ર વિશ્વમાં તેની આધ્યાત્મિકતા અને એકરૂપતા માટે પ્રસિદ્ધ છે.

English summary
Estimates Of Income Of 1200 Billion Rupees From Kumbh 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X