હવે પેટ્રોલ-ડીઝલ પર નહીં લાગે એક્સાઈઝ ડ્યુટી, શું ભાવમાં થશે મોટો ઘટાડો?
પેટ્રોલ અને ડીઝલ પર સરકાર દ્વારા ફરી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે.
પેટ્રોલ અને ડીઝલ પર સરકાર દ્વારા ફરી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે.

પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરાશે
નાણા મંત્રાલયે 30 જૂનના રોજ આપેલા આદેશમાં સુધારો કરીને પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર એક્સાઈઝ ડ્યુટીમાં રાહત આપી છે. નાણામંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, હવે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.

ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા થઈ
ઉલ્લેખનીય છે કે, પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 5 રૂપિયા હતી, પરંતુ તેને નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાયડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી 12 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવી છે.

ક્રૂડ ઓઈલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટીને 17000 રૂપિયા પ્રતિ કિલો થઈ
નાણા મંત્રાલયે એવિએશન ટર્બાઈન ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી પણ 6 રૂપિયાથી ઘટાડીને 4 રૂપિયા કરી દીધી છે. ક્રૂડ ઓઈલ પરનીએક્સાઈઝ ડ્યુટી 23,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટાડીને 17000 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવી છે.

1 રૂપિયાની વધારાની આબકારી જકાત પણ નાબૂદ કરવામાં આવી
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયાની વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ હવે લાગુથશે નહીં. સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી પેટ્રોલ અને ડીઝલ પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
