For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકના કર્મચારીઓ હંમેશા માટે કરી શકશે વર્ક ફ્રોમ હોમ પરંતુ...

કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે ફેસબુકે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની ઑફર આપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે ફેસબુકે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની ઑફર આપી છે. કંપની આ ઑફરને લાંબા સમય માટે ચાલુ રાખી શકે છે. કંપનીના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે કહ્યુ કે કંપની હંમેશા માટે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની ઑફર આપી શકે છે. ઝૂકરબર્ગે કહ્યુ કે ફેસબુક વર્ક ફ્રોમ હોમની નીતિને પ્રોત્સાહન આપવા માંગે છે. તેમણે કહ્યુ કે ફેસબુક વર્ક ફ્રોમ હોમી નીતિને આગળ પણ ચાલુ રાખવા માંગ છે.

50 ટકા કર્મચારી રિમોટ વર્કિંગ કરશે

50 ટકા કર્મચારી રિમોટ વર્કિંગ કરશે

માર્ક ઝૂકરબર્ગે કહ્યુ કે આગલા 10 વર્ષોમાં કંપનીના લગભગ 50 ટકા કર્મચારી રિમોટ વર્કિંગ કરશે. તેમને ઑફિસ જવાની જરૂર નથી. આ નિર્ણયથી કર્મચારીઓને કોઈ પણ સંક્રમણથી બચાવી શકાશે. તેમણે કહ્યુ કે વર્ક ફ્રોમ હોમના કારણે કર્મચારીઓની સેલેરી તો પ્રભાવિત થશે પરંતુ તે માર્કેટ રેટ પર આધારિત હશે અને ત લોકેશન અનુસાર અલગ અલગ નક્કી કરવામાં આવશે.

કંપનીનો ખર્ચ પણ ઘટશે

કંપનીનો ખર્ચ પણ ઘટશે

તેમણે કહ્યુ કે વર્ક ફ્રોમ હોમની નીતિથી માત્ર કર્મચારીઓને જ સુવિધા નહિ રહે પરંતુ કંપનીનો ખર્ચ પણ ઘટશે કારણકે વર્ક ફ્રોમ હોમથી કંપનીનો ભોજન, વિજળી, ઈન્ટરનેટ જેવા ખર્ચામાં ઘટાડો થશે. હજુ એ સ્પષ્ટ નથી કે આ નિર્ણયથી કંપનીના નાણાકીય અને કર્મચારી પેકેજો પર શું પ્રભાવ પડશે.

માત્ર 25 ટકા કર્મચારીઓ સાથે ઑફિસમાંથી કામ કરશે

માત્ર 25 ટકા કર્મચારીઓ સાથે ઑફિસમાંથી કામ કરશે

તેમણે કહ્યુ કે ફેસબુકના 60 ટકા કર્મચારીઓને ફ્લેક્સિબલ વર્ક એન્વાયરમેન્ટ ગમશે. વર્ક ફ્રોમ હોમની સુવિધા મળતા 50 ટકા કર્મચારી બીજા શહેરમાં જવાનુ પસંદ કરશે અને સસ્તા શહેર તરફ જવા ઈચ્છશે. વળી, ફેસબુકે કહ્યુ કે લૉકડાઉન બાદ તે માત્ર 25 ટકા કર્મચારીઓ સાથે ઑફિસમાંથી કામ કરશે. બાકીના લોકોને ઘરેથી કામનો વિકલ્પ આપવામાં આવશે. જે કર્મચારી ઘરેથી કામ કરવા ઈચ્છતા હોય તેમણે એક જાન્યુઆરી 2021 સુધી પોતાની પૂરી ડિટેલ અને પોતાના લોકેશનની માહિતી આપવાની રહેશે.

કરાંચી પ્લેન ક્રેશમાં અત્યાર સુધી મળી 82 લાશો, વધુ તપાસ ચાલુ, જુઓ દૂર્ઘટનાના દર્દનાક દ્રશ્યોકરાંચી પ્લેન ક્રેશમાં અત્યાર સુધી મળી 82 લાશો, વધુ તપાસ ચાલુ, જુઓ દૂર્ઘટનાના દર્દનાક દ્રશ્યો

English summary
Facebook will permanently embrace remote work even after coronavirus lockdowns ease but..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X