For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MSME સેક્ટરને સંકટમાથી ઉભારવા માટે સરકારે ઉઠાવ્યા આ 6 પગલાં

સરકારના પેકેજ વિશે માહિતી આપીને આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગો વિશે ઘોષણા કરીને કહ્યુ કે એમએસએમઈ સેક્ટરને ઉભારવા માટે સરકાર વિશેષ પ્લાન લાવી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે દેશના નામ પોતાના સંબોધનમાં 20 લાખ કરોડના રાહત પેકેજનુ એલાન કર્યુ છે. સરકારના પેકેજ વિશે માહિતી આપીને આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગો વિશે ઘોષણા કરીને કહ્યુ કે એમએસએમઈ સેક્ટરને ઉભારવા માટે સરકાર વિશેષ પ્લાન લાવી છે. આ સેક્ટરને જામીન વિનાની 3 લાખ કરોડની લોન મળશે. જેનાથી લગભગ 45 લાખ લોકોને આવો લાભ મળશે અને નાના તેમજ લઘુ ઉદ્યોગોને મદદ મળશે. તેની કોઈ ગેરેન્ટી ફી નહિ લેવામાં આવે.

nirmala sitharaman

સીતારમણે કહ્યુ કે એમએસએમઈ માટે સરકારે 6 પગલાં ઉઠાવ્યા છે. આમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના કોલેટ્રલ ફ્રી લોન આપવામાં આવશે. જેના પર કોઈ રીતની ગેરેન્ટી નહિ લેવામાં આવે. આનો સમય ચાર વર્ષનો હશે. એક વર્ષ સુધી મૂળધનને ચૂકવવાની જરૂર નહિ હોય. 15 હજારથી ઓછી સેલેરીવાળા કર્મચારીઓને મદદ આપવામાં આવશે.

સંકટમાં ફસાયેલા નાના ઉદ્યોગોને આ બાબતે 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. મધ્યમ, લઘુ, સૂક્ષ્મ અને કુટીર ઉદ્યોગ અને ઘરેલુ ઉદ્યોગ માટે લોન 4 વર્ષ માટે છે અને 100 ટકા ગેરેન્ટી ફ્રી છે. આ એ ઉદ્યોગોને મળશે જેની બાકી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય. 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે. આ લોકો માટે 31 ઓક્ટોબર 2020 સુધી અપ્લાય કરવામાં આવી શકશે. આના માટે કોઈ પણ પ્રકારનુ વધુ શુલ્ક લેવામાં આવશે નહિ અને આનાથી 45 લાખ એમએસએમઈને લાભ મળશે.

નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે તમે જોઈ રહ્યા છો કે 2014-19 ના શાસન દરમિયા પણ પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર સંવેદનશીલ, સાંભળતી અને જવાબ આપતી સરકાર રહી. હવે આ રાહત પેકેજ દ્વારા સરકાર ભારતને આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરી રહી છે. નાણામંત્રીએ કહ્યુ, 3 મહિનાાં ખેડૂતો, ગરીબો માટે ઘણા પગલાં ઉઠાવ્યા છે. આજથી આગલા અમુક દિવસો માટે હું આખી યોજના સાથે દેશ સામે આવીશ.

19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો

English summary
finance minister nirmala sitharaman about special package for msme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X