For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એર ઈન્ડિયા 19 મેથી અમુક ઘરેલુ વિમાન સેવા શરૂ કરી શકે છે. જેના માટે મુસાફરોએ માનવા પડશે આ નિયમો..

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવેએ 15 સ્પેશિયલ ટ્રેનોનુ સંચાલન શરૂ કરી દીધુ છે. ટ્રેનો બાદ હવે ડોમેસ્ટીક વિમાન સેવાઓની શરૂઆત જલ્દી કરવામાં આવશે. રેલે બાદ હવે એર ઈન્ડિયા જલ્દી ઘરેલુ વિમાન સેવા શરૂ કરવા જઈ રહીછે. એર ઈન્ડિયા 19 મેથી 2 જૂન વચ્ચે સ્પેશિયલ ડોમેસ્ટીક ફ્લાઈટ્સનુ સંચાલન કરી શકે છે. બાકી એરલાઈન્સ પણ પોતાની સર્વિસને જલ્દી શરૂ કરી શકે છે. એવિએશન મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ બાકી એરલાઈન્સ કંપનીઓ પણ પોતાના વિમાનોનુ પરિચાલન શરૂ કરશે. હાલમાં એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી શકે છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એર ઈન્ડિયા 19 મેથી અમુક ઘરેલુ વિમાન સેવા શરૂ કરી શકે છે.

19 મેથી શરૂ થશે ફ્લાઈટો

19 મેથી શરૂ થશે ફ્લાઈટો

એર ઈન્ડિયા 19 મેથી 2 જૂન સુધી વિવિધ શહેરો માટે સ્પેશિયલ ફ્લાઈટનુ સંચાલન કરશે. આમાં મોટાભાગની ફલાઈટો દિલ્લી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ માટે હશે. શ્રમિક ટ્રેનોની જેમ આમાં કોઈ છૂટ આપવામાં આવશે નહિ. રિપોર્ટ મુજબ દિલ્લીથી 173, મુંબઈથી 40, હૈદરબાદથી 25 અને કોચ્ચિથી 12 ફ્લાઈટોના સંચાલનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્લીથી જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચિ, અમદાવાદ, વિજયવાડા માટે વિમાનોનુ સંચાલન હશે. વળી,એર ઈન્ડિયા મુંબઈથી વિશાખાપટ્ટનમ, કોચ્ચિ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને વિજયવાડા માટે ઉડાનો સંચાલિત કરશે. હૈદરાબાદથી મુંબઈ, દિલ્લી માટે પણ ઉડાનો રહેશે. આ સાથે જ બેંગલુરુથી મુંબઈ, દિલ્લી, હૈદરાબદ અને ભુવનેશ્વર માટે ફ્લાઈટોનુ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે.

ઉડાન સેવાઓ માટે એસઓપી જારી

ઉડાન સેવાઓ માટે એસઓપી જારી

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સેવાઓ માટે અમુક એસઓપી જારી કરી છે. આ એસઓપી એરલાઈનો અને એરપોર્ટના સૂચનોના આધારે બનાવવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બધી એરલાઈન્સ અને એરપોર્ટ ઑપરેટરોને સ્ટાડન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર(એસઓપીઃ જારી કરી છે. આમાં ઘણા સૂચનો આપ્યા છે. તમને જણાવી દઈએ કે હજુ એવિએશન મિનિસ્ટ્રી તરફથી ફાઈનલ ગાઈડલાઈન જારી કરવાની બાકી છે.

સફર દરમિયાન માનવી પડશે આ શરતો

સફર દરમિયાન માનવી પડશે આ શરતો

  • વિમાન સેના દરમિયાન લોકોને કેબિન બેગ લઈ જવાની અનુમતિ નહિ હોય.
  • 80 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો મુસાફરી નહિ કરી શકે.
  • લોકોને ચેક-ઈન સમયે માત્ર એક 20 કિલોની બેગ લઈ જવાની અનુમતિ હશે.
  • યાત્રા માટે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય હશે.
  • એપમાં ગ્રીન સિગ્નલ દેખાયા વિના યાત્રાની અનુમતિ નહિ મળે.
  • જો મુસાફરમાં સંક્રમણના કોઈ લક્ષણ દેખાયા તો તેને યાત્રાની અનુમતિ નહિ મળે.
  • સફર દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ પડશે.
  • સફર દરમિયાન કેબિન ક્રૂ મેમ્બરે પીપીઈ કિટ પહેરવી પડશે.
  • વળી, સફર માત્ર વેબ ચેક-ઈન હશે. બહુ જરૂર પડવા પર જ પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ અને ચેક-ઈન બેગેજ આપવામાં આવશે. મુસાફરોએ માસ્ક, ગ્લવ્ઝ, જૂતા વગેરે પહેરવા પડશે.
  • ફ્લાઈટ ટાઈમિંગથી 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવુ પડશે.
  • ફ્લાઈટમાં આગળની ત્રણ સીટ મેડીકલ ઈમરજન્સીવાલા યાત્રીઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.
  • 2 કલાકના સફર દરમિયાન યાત્રીઓને જમવાનુ નહિ પીરસવામાં આવે. માત્ર અમુક ફૂડ પેકેટ જ મળશે.

દેશના 34% પરિવારો પાસે બચ્યો છે માત્ર એક સપ્તાહનો જરૂરિયાતનો સામાનઃ સર્વેદેશના 34% પરિવારો પાસે બચ્યો છે માત્ર એક સપ્તાહનો જરૂરિયાતનો સામાનઃ સર્વે

English summary
Flight service resume from may 19 people above 80 not allow mustg know 10 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X