Economic Survey 2022: નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે, FY23 માટે GDP ગ્રોથ 8-8.5% રહેવાનુ અનુમાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિના સંબોધન બાદ સંસદમાં આજે આર્થિક સર્વે રિપોર્ટ(Economic Survey 2022) રજૂ કર્યો.
નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરશે. આ પહેલા સરકારે આજે આર્થિક સર્વે ગૃહમાં રજૂ કર્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિના સંબોધન બાદ સંસદમાં આજે આર્થિક સર્વે રિપોર્ટ(Economic Survey 2022) રજૂ કર્યો. આ આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2023 માટે દેશનો જીડીપી ગ્રોથ 8થી 8.5 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવાના એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો છે. આજે બપોરે 3.45 વાગે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન એક પત્રકાર પરિષદને સંબોધશે જેમાં આર્થિક સર્વના મુખ્ય મુદ્દાઓની વિગતો શેર કરવામાં આવશે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નુ બજેટ રજૂ કરશે.
નાણાકીય વર્ષ 2021-22માં દેશની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. આ આરબીઆઈના 9.5 ટકાના અંદાજ કરતા થોડુ ઓછુ છે. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23 માટે દેશની અર્થવ્યવસ્થા 8-8.5 ટકાના દરે જીડીપી વૃદ્ધિ મેળવવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2021-22માં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ 3.9 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય ઔદ્યોગિક ક્ષેત્રમાં 11.8 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, સેવા ક્ષેત્રની વૃદ્ધિ 8.2 ટકા રહેવાનો અંદાજ છે.
શું હોય છે આર્થિક સર્વે?
આર્થિક સર્વે દેશના આર્થિક વિકાસના પૂરા લેખાજોખા હોય છે. આ નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એક એવો વાર્ષિક દસ્તાવેજ હોય છે જેમાં અર્થવ્યવસ્થા સાથે સંબંધિત અધિકૃત અને બધા ડેટા શામેલ હોય છે. આના આધારે એ જોવામાં આવે છે કે ગયા વર્ષે દેશની અર્થ વ્યવસ્થા કેવી રહી. ગયા વર્ષે કેટલુ નુકશાન, કેટલો લાભ થયો તેની પૂરી સમીક્ષા આર્થિક સર્વેમાં થાય છે. આ આર્થિક સર્વેના આધારે એ નક્કી થાય છે કે આવનારા વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી રહેશે. આર્થિક સર્વે આર્થિક સલાહકારની દેખરેખમાં તૈયાર કરવામાં આવે છે અને નાણામંત્રીની મંજૂરી બાદ રજૂ કરવામાં આવે છે.
Finance Minister Nirmala Sitharaman tables the Economic Survey 2021-22 along with Statistical Appendix in the Lok Sabha.#BudgetSession2022 pic.twitter.com/9p2nos5bRz
— ANI (@ANI) January 31, 2022












Click it and Unblock the Notifications
