ડિજિટલ કંપનીઓ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમન ગૂગલ, ફેસબુક, નેટફ્લિક્સ જેવા ડિજિટલ કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમન ગૂગલ, ફેસબુક, નેટફ્લિક્સ જેવા ડિજિટલ કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. જણાવી દઈએ કે 8 -9 જૂને જાપાનમાં થનારી G20 સમિટમાં નિર્મલા સીતારમનમાં આ કંપનીઓ પર ટેક્સ લગાવવાની દરખાસ્ત રજૂ કરશે. નાણાં પ્રધાન તરીકે, આ સીતારમનની પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક હશે, જેમાં તેઓ ભારતના પ્રસ્તાવ માટે સમર્થન વધારવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: મોંઘવારી ભથ્થામાં વધારો, લાખો કર્મચારીઓને ફાયદો મળશે

કરોડો રૂપિયા કમાઈ છે અને ટેક્સ બચાવે છે
જાણકારી અનુસાર, ઇન્ટરનેટ કંપનીઓ ઓછા ટેક્સવાળા અધિકારક્ષેત્રમાંથી કાર્ય કરે છે, પરંતુ તેમનો વ્યવસાય અન્ય ઘણા સ્થળોએ ફેલાયેલો રહે છે. ત્યાં તેઓ હાજર રહ્યા વગર કરોડો રૂપિયા કમાઈ છે અને ટેક્સ બચાવે છે. ભારતનું માનવું છે કે આ ઇન્ટરનેટ કંપનીઓના વપરાશકર્તાઓ જે દેશોમાં છે ત્યાંના ન્યાય ક્ષેત્ર અનુસાર આ કંપનીઓ પર ટેક્સ લગાવવો જોઈએ.

ગયા વર્ષે થઇ સારી કમાણી
જણાવી દઈએ કે જૂન, 2016 માં, ભારતે દેશમાં જાહેરાતોથી કમાણી કરનારી વિદેશી કંપનીઓ પર 6 ટકા ટેક્સ લગાવ્યો હતો. 2018-19માં સરકારે આ ટેક્સથી 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. એ જ રીતે, ઇટલીએ પણ ડિજિટલ સેવાઓ પર 3% ટેક્સ લગાવ્યો હતો. ફ્રાન્સે પણ ડિજિટલ કંપનીઓની એડથી થનારી કમાણી પર 3 ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત કરી છે.

અમેરિકા ભારતના વિપરીત દરખાસ્ત કરે છે
જો કે, એ વાતની પણ જાણકારી આપી દઈએ કે એવું માનવામાં આવે છે કે આ મીટિંગમાં અમેરિકા ભારત વિરુદ્ધ દરખાસ્ત કરશે. અમેરિકાની દરખાસ્ત છે કે ઇન્ટરનેટ કંપનીઓએ માત્ર નોન-રૂટિન પ્રોફિટ જ બીજા દેશોના અધિકાર ક્ષેત્રના 9 હિસાબથી વહેંચવો. નોન-રૂટિન પ્રોફિટ ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટીથી થતો પ્રોફિટ છે. અમેરિકાની દરખાસ્ત વિકાસશીલ દેશો માટે ઘણી મૂંઝવણ ભરી છે. ભારતની દરખાસ્ત ખૂબ સરળ છે. ઘણા દેશો આ દરખાસ્ત પર અમલ કરવા માગે છે.












Click it and Unblock the Notifications
