For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે તોડ્યુ મૌન, જણાવ્યુ શું કરી રહ્યા છે હવે

ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે પહેલી વાર મૌન તોડ્યુ છે અને જણાવ્યુ કે હાલમાં તે શું કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે પહેલી વાર મૌન તોડ્યુ છે અને જણાવ્યુ કે હાલમાં તે શું કરી રહ્યા છે. ફ્લિપકાર્ટ છોડે તેમને ત્રણ મહિના થઈ ગયા છે. વૉલમાર્ટ સાથે ભાગીદારી બાદ ફ્લિપકાર્ટમાંથી તેમની વિદાય થઈ ગઈ અને હવે તે xto10x Technologies (એક્સટુ10એક્સ ટેકનોલોજીસ) પર ફોકસ કરી રહ્યા છે. બિન્ની બંસલે કહ્યુ કે આ કંપનીની સ્થાપના તેમણે પોતાના પૂર્વ સહકર્મી સાઈકિરણ કૃષ્ણમૂર્તિ સાથે કરી છે.

binny bansal

તેમણે પોતાના ખાસ દોસ્તો સાથે મળીને એક ટીમ બનાવી છે અને એક ઓફિસ પણ બનાવી લીધી છે. સાથે અમુક અગ્રણી સ્ટાર્ટઅપ કસ્ટમર્સ પણ બનાવી લીધા છે. તેમણે બ્લૂમબર્ગને આપેલા પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે ફ્લિપકાર્ટમાંથી નીકળ્યા બાદ તેમનુ જીવન હવે કેવુ છે. હવે તેમણે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરી દીધો છે. તેમણે નવા ઈ કોમર્સની સ્થાપના કરી દીધી છે. હવે તેમનુ પૂરુ ફોકસ પોતાની આ કંપની પર છે.

આ સ્ટાર્ટઅપ દ્વારા તે ભારતીય સ્ટાર્ટઅપ ઉદ્યમીઓને સમયને અનુકૂળ નિર્ણયો લેવામાં મદદ કરશે. તેમણે કહ્યુ કે આ સ્ટાર્ટઅપની મદદથી એક-એક કરીને હું 10 સ્ટાર્ટઅપ્સની મદદ કરી શકુ છુ પરંતુ મારો ઉદ્દેશ પ્રારંભિક અને મિડ-સ્ટેજવાળા 10 હજાર ઉદ્યમીઓની મદદ કરવાનો છે. તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી વૉલમાર્ટ દ્વારા ખરીદાયા બાદ બિન્ની બંસલે તેનાથી અંતર કરી લીધુ. તેમના પર ગંભીર આરોપ લાગ્યા ત્યારબાદ તેમણે ફ્લિપકાર્ટને અલવિદા કરી દીધુ. હવે બિન્ની નવા પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Kiss for Peace! પોપ અને ઈમામના આ ફોટાએ સોશિયલ મીડિયા પર કર્યો તમાશોઆ પણ વાંચોઃ Kiss for Peace! પોપ અને ઈમામના આ ફોટાએ સોશિયલ મીડિયા પર કર્યો તમાશો

English summary
Flipkart billionaire Binny Bansal breaks his silence after Walmart ouster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X