For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની ક્લીન વિક્ટરીની ખુશીમાં ગુજરાતમાં ફ્રીમાં CNG વિતરણ

લોકસભાની ચૂંટણીમાં, એનડીએને ભાજપના નેતૃત્વ હેઠળ બહુમતી મળી. તેથી જ દેશભરમાં ભાજપના સમર્થકોમાં ઉત્સવનું વાતાવરણ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણીમાં, એનડીએને ભાજપના નેતૃત્વ હેઠળ બહુમતી મળી. તેથી જ દેશભરમાં ભાજપના સમર્થકોમાં ઉત્સવનું વાતાવરણ છે. આવામાં આજે મોદીની જીતની અનોખી રીતે ઉજવણી ગોપાલભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવી રહી છે, જે રાજકોટમાં રામાપીર ચોકડી ક્ષેત્રમાં પેટ્રોલ અને સીએનજી ગેસના પમ્પ ચલાવનારા પેટ્રોલપમ્પ એસોસિયેશનના વડા છે, આજે આખા દિવસ દરમિયાન ગરીબ ઓટો રીક્ષા ડ્રાઇવરોને મફત ગેસ વિતરિત કરશે.

free cng distributed

ગોપાલભાઈ ચુડાસમા માને છે કે મોદીની જીત એ સમગ્ર દેશની જીત છે. અને મોદીની આ મોટી જીત સાથે, દેશમાં વિકાસ કર્યોને વધુ ઝડપ મળશે. જેના લીધે આ 'ક્લીન વિક્ટરી, ગ્રીન વિક્ટરી' અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન ઑટોરિક્ષ ડ્રાઇવરોને મફત ગેસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેઓનું માનવું છે કે આશરે 2000 થી 3000 ગરીબ રીક્ષા ડ્રાઇવરોને આ તકનો લાભ મળ્યો.
free cng distributed

બીજેપીના મોહન કુંડારિયાએ 1998 નો રેકોર્ડ તોડ્યો

તમને જણાવી દઈએ કે રાજકોટમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ 1998 ના રેકોર્ડને તોડ્યો છે. 1998 માં, ભાજપના વલ્લભ કથિરિયાને 3,54,996 વોટનો વધારો મળ્યો હતો. રુઝાનો પછી મોહન કુંડારિયાએ 3,68,407 વોટોનો વધારો હાંસલ કર્યો. જો કે, કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું હાલમાં જ અવસાન થયું હોવાના કારણે ભાજપ દ્વારા જીતની કોઈ ઉજવણી નહિ કરવાની ઘોષણા કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિક લોકોએ વિવિધ રીતે ઉજવણી કરવામાં લાગી ગયા છે.

આ પણ વાંચો: પીએમ મોદી 30 મેં દરમિયાન પ્રધાનમંત્રી પદની શપથ લેશે

English summary
free cng distributed at petrol pump after PM modi victory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X