For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Airtel: રીચાર્જ કરાવો અને 4 લાખ રૂપિયાનો વીમો Free માં મેળવો

ટેલિકોમ માર્કેટમાં હજુ પણ પ્રાઇસ વૉર ચાલી રહ્યો છે. જોકે, રિલાયન્સ જિયો અત્યાર સુધી નવી યોજનાઓ લાવી રહ્યું હતું, પરંતુ હવે નવી કંપનીઓ પણ નવી યોજનાઓ સાથે મેદાનમાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ટેલિકોમ માર્કેટમાં હજુ પણ પ્રાઇસ વૉર ચાલી રહ્યો છે. જોકે, રિલાયન્સ જિયો અત્યાર સુધી નવી યોજનાઓ લાવી રહ્યું હતું, પરંતુ હવે નવી કંપનીઓ પણ નવી યોજનાઓ સાથે મેદાનમાં આવી રહી છે. એરટેલે તાજેતરમાં જ બે પ્રિપેઇડ પ્લાન જારી કર્યા છે. પ્રથમ પ્લાન 129 રૂપિયાનો છે, જેમાં એક મહિના માટે અમર્યાદિત કૉલિંગ સુવિધા અને બીજો પ્લાન 249 રૂપિયાનો છે. જેમાં અન્ય સુવિધાઓ ઉપરાંત, કંપની મફતમાં 4 લાખ રૂપિયાનો વીમો આપી રહી છે, તો આ પ્લાનમાં નવો ફોન લેવા પર 2000 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.

airtel

સૌ પ્રથમ જાણો એરટેલનો 129 રૂપિયાનો પ્લાન

એરટેલે 129 રૂપિયાનો પ્રિપેઇડ પ્લાન જારી કર્યો છે. 129 રૂપિયાના આ પ્રિપેઇડ પ્લાન સસ્તો પ્લાન ઇચ્છતા ગ્રાહકો માટે સારો છે. આ પ્લાનમાં વપરાશકર્તાઓને 28 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત, આ પ્લાનમાં ગ્રાહકને અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આથી વધુ આ પ્લાનમાં એરટેલ ટીવી અને વિંક મ્યુઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. એરટેલ ટીવી પર તમે 350 ટીવી ચેનલ્સ અને 10 હજારથી વધુ ફિલ્મો અને શો જોઈ શકો છો.

આ છે એરટેલ 249 પ્રિપેઇડ પ્લાન

249 રૂપિયાના એરટેલ પ્લાનમાં વધુ સુવિધાઓ મળી રહી છે. એરટેલ દ્વારા આ પ્લાનમાં 4 લાખ રૂપિયાનું એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 249 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 2 જીબી દૈનિક ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સાથે, ગ્રાહકોને એરટેલ ટીવી પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, નવો 4G ફોન ખરીદવા માટે 2000 રૂપિયાનું કેશબેક, એક વર્ષ માટે નોર્ટન મોબાઇલ સિક્યુરિટી અને વિંક મ્યુઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.

આ પણ વાંચો: Jio એ ફરીથી કર્યો ધમાકો, હવે એક રીચાર્જમાં 3 મહિના માટે બધું જ FREE

English summary
Free insurance and cashback available in Airtel Rs 249 plan airtel rs 129 plan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X