For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: જૂનના પહેલા જ દિવસે સામાન્ય જનતાને ઝટકો, મુંબઈમાં 100ને પાર થયુ પેટ્રોલ

જૂન મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જૂન મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. મંગળવારે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા એટલે કે સોમવારે પેટ્રોલ 29 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 24 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ.

મે મહિનામાં 16 વાર મોંઘુ થયુ પેટ્રોલ-ડીઝલ

મે મહિનામાં 16 વાર મોંઘુ થયુ પેટ્રોલ-ડીઝલ

તમને જણાવી દઈએ કે આખા મે મહિનાાં 16 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધી રહેલા ક્રૂડ ઓઈલના ભાવના કારણે માત્ર 16 દિવસોમાં પેટ્રોલના રેટ 3.88 રૂપિયા અને ડીઝલના રેટ 4.42 રૂપિયા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 94.49 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 100.72 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.99 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.50 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 97.64 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.56 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.83 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.64 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 85.38 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 92.69 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.12 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 88.23 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.95 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 90.51 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 90.66 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 85.77 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

English summary
Fuel rates again hiked on 1st June, 2021, petrol rates reach Rs 100.72 in Mumbai, check fuel rates here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X