Fuel Rates: ફરીથી વધ્યા ઈંધણના ભાવ, 135 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો આજના રેટ
રવિવાર બાદ સોમવારે પણ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલ સામાન્ય જનતાને સોમવારો આકરો ઝટકો લાગ્યો છે. રવિવાર બાદ સોમવારે પણ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલના ભાવોમાં 24-28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવોમાં 26-28 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે રવિવારે આખા દેશમાં પેટ્રોલના ભાવમાં 26-27 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 29-31 પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

ઈંધણના ભાવમાં 25-30 ટકા સુધીનો વધારો
તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 25-30 સુધીનો વધારો થયો છે. આજે દિલ્લીમાં પેટ્રોલના રેટ 28 પૈસા પ્રતિ લિટર વધ્યા છે. વળી, ડીઝલના રેટ 27 પૈસા પ્રતિ લિટર વધ્યા છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી 21મી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેમાં 16 વાર એકલા મે મહિનામાં જ વધ્યા છે.

135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર
સતત વધી રહેલા ભાવોના કારણે પેટ્રોલ અત્યાર સુધી 4.71 રૂપિયા અને ડીઝલ 5.17 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. ભારતમાં આજે સૌથી વધુ મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મળી રહ્યુ છે જ્યાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવ 105 રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 95.31 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.52 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 96.71 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 95.28 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.49 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 92.56 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 101.88 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 103.45 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 86.22 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 93.58 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.92 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 89.07 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.32 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 91.41 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 95.81 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 94.79 રૂપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરના રેટ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
