Fuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે કારણ?

ઈંધણ કંપનીઓએ આજે દેશના ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

નવી દિલ્લીઃ બુધવારે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે. ઈંધણ કંપનીઓએ આજે દેશના ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે રવિવાર અને સોમવાર સતત ભાવ વધ્યા બાદ મંગળવારે કિંમત સ્થિર હતી. સોમવારે દિલ્લીમાં પેટ્રોલના રેટ 28 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના રેટ 27 પૈસા પ્રતિ લિટર વધ્યા હતા. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 22મી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેમાં 16 વાર એકલા મે મહિનામાં વધ્યા છે.

પેટ્રોલ અત્યાર સુધી 4.96 રૂપિયા થઈ ચૂક્યુ છે મોંઘુ

પેટ્રોલ અત્યાર સુધી 4.96 રૂપિયા થઈ ચૂક્યુ છે મોંઘુ

સતત વધતા ભાવોના કારણે પેટ્રોલ અત્યાર સુધી 4.96 રૂપિયા અને ડીઝલ 5.43 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઈલના ભાવમાં 25-30 ટકા સુધી વધારો થયો છે જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. સોમવારે મીડિયા સાથે વાત કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે હાલમાં સરકારની આવક ખૂબ ઓછી થઈ ગઈ છે. આવક ઓછી થવાના કારણે ખર્ચ વધી ગયો છે. એવામાં હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી ન શકે કારણકે સરકાર પર વધારાનો બોજો પડી રહ્યો છે. વળી, કોંગ્રેસ પક્ષ 11 જૂને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રદર્શન કરશે. કોંગ્રેસના કાર્યકર્તા દેશભરમાં 11 જૂને પેટ્રોલ પંપ સામે સાંકેતિક પ્રદર્શન કરશે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 95.56 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 96.94 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 95.52 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.75 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.52 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 92.81 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 102.14 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 103.50 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 86.47 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 93.59 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.92 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 89.07 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 93.11 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 91.67 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 95.37 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 86.12 રૂપિયા પ્રતિ લિટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X